પરિવારની હત્યા કરનાર મોભીએ પત્ની અને દીકરીઓના અંતિમ સંસ્કાર વખતે લીધો મોટો નિર્ણય

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નમ્ ટાવર રહેતા ધર્મેશ શાહે તેની પત્ની અને બે દીકરીઓને ગોળી ધરબીને મોતને ઘાટ ઉતારી દીધી હતી

Updated By: May 23, 2018, 06:23 PM IST
પરિવારની હત્યા કરનાર મોભીએ પત્ની અને દીકરીઓના અંતિમ સંસ્કાર વખતે લીધો મોટો નિર્ણય

અમદાવાદ : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નમ્ ટાવર રહેતા ધર્મેશ શાહે તેની પત્ની અને બે દીકરીઓને ગોળી ધરબીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી કિસ્સા પાછળનું પોલીસને કારણ જણાવતા ધર્મેશ શાહે કહ્યું હતું કે તે ભારે દેવામાં દબાઈ ગયો હતો અને તેની પત્ની દીકરીને વિદેશ મોકલવા દબાણ કરતી હતી. આજે આ પરિવારના સવારે અંતિમ સ્ંસ્કાર હતા પણ પોલીસ કસ્ટડીમાં રહેલા ધર્મેશે ત્રણેયના અગ્નિસંસ્કારમાં જવાનો ઈન્કાર કરી દીધો હતો અને અંતિમ વિદાય આપી ન હતી.

જર્મનીની જનતાએ કર્યું 'આ' કામ અને સરકારે રાતોરાત ખેંચી લીધો પેટ્રોલનો ભાવવધારો!

ધર્મેશ શાહ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા અને તેમની દિવા કન્સ્ટ્રક્શન નામની ફર્મ પણ હતી. તેમની દીકરી હેલી શાહ (ઉં. 22 વર્ષ) આર્કિટેક હતી, અને તે પોતાના પિતા સાથે જ કામ કરતી હતી. જ્યારે બીજી દીકરી દિક્ષા (ઉં. 17 વર્ષ) એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. પોલીસ દ્વારા આપવામાં આવતી ધર્મેશ શાહે બેંકો તેમજ સંબંધીઓ અને મિત્રો પાસેથી કરોડો રુપિયા ઉધાર લીધા હતા, જેને ભરપાઈ કરવામાં તેઓ અસમર્થ હતા. સૂત્રોનું માનીએ તો, તેમણે બેંકમાંથી 10 કરોડની લોન લીધી હતી, અને પરિચિતો પાસેથી 6-7 કરોડ રુપિયા ઉધાર લીધા હતા. 

ધર્મેશ  શાહની આર્કિટેક દીકરી હેલી તેમની સાથે જ કામ કરતી હતી. જ્યારે, દિક્ષાને વિદેશ ભણવા જવું હતું, જેના માટે 70 લાખની વ્યવસ્થા કરવી જરુરી હતી. પહેલાથી જ દેવા હેઠળ દબાયેલા ધર્મેશભાઈ દીકરી માટે 70 લાખ રુપિયા ક્યાંથી આવશે તેની ચિંતામાં હતા જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. 

ગુજરાતના ખાસ સમાચારો જાણવા કરો ક્લિક