ગુજરાતના રસ્તા પર ફરતું મોત, માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે પોલીસ કર્મીઓને જ કચડ્યા

Surat Police Accident : સુરતના કામરેજના નવાગામ પાસે સર્જાયો અકસ્માત... માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે વાહનોને લીધા અડફેટે... બે પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને લીધા અડફેટે... એકનું મૃત્યુ થયું, બે પોલીસ કર્મચારીઓ સારવાર હેઠળ... નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી ગયો હતો

ગુજરાતના રસ્તા પર ફરતું મોત, માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે પોલીસ કર્મીઓને જ કચડ્યા

Surat News : જેને સીધો કરવા અને ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIની ટીમ પહોંચી હતી. પરંતું કામગીરી દરમિયાન સ્પીડમાં આવતા ટ્રકે ટ્રાફિક પોલીસ વાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી સ્થળ પર જ વાહન મુકી ચાલક ફરાર થયો. 

પોલીસ ટ્રાફિક નિયમન માટે ઉભી હતી, ત્યાં ટ્રક આવી 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજના નવાગામ પાસે માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક એ વાહનોને અડફેટે લીધા હતા. નવાગામ બ્રિજ ઉપર એક પીક અપ બોલેરો પલટી મારી ગયો હતો, જેને સીધો કરવા તેમજ ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ પહોંચી હતી. ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ કામ કરી રહી હતી, તે દરમિયાન પૂરઝડપે ટ્રક આવી હતી. જેણે ટ્રાફિક પોલીસ વાન, NHAI ની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા. 

Add Zee News as a Preferred Source

બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા 
ટ્રકે બે પોલીસ કર્મચારી સહિત કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે અકસ્માતગ્રસ્ત પીકઅપ બોલેરો ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી સ્થળ પર વાહન મૂકી ટ્રક ચાલક ભાગી ગયો.

મહેસાણામાં અકસ્માતમાં 17 ઘાયલ, બેના મોત
ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મક્તુપુર નજીક મોડી રાતે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માત એટલો ગંભીર હતો કે, 17 જેટલા લોકો ઘાયલ થયા હતા. તો આ અકસ્માતમાં 2 લોકોના મોતના સમાચાર મળ્યા છે. બાલોતરાથી સુરત જતી ખાનગી લક્ઝરીને અકસ્માત નડ્યો હતો. અક્સ્માત બાદ ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news