)
Surat News: વિશ્વના અર્થતંત્રને ખોરવવા અધિરા બનેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતનું પણ અર્થતંત્ર ડામાડોળ કરવાના સપના જોઈ રહ્યા છે...ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ નાંખ્યો છે જે લાગુ પણ થઈ ગયો છે...ગુજરાતમાં ટેરિફની ગંભીર અસરો થઈ શકે છે...જો કે ટ્રમ્પના ટેરિફ સામે ભારત પણ ઝૂકવા તૈયાર નથી...ત્યારે જુઓ ટ્રમ્પ અને ટેરિફ પર આ ખાસ અહેવાલ....
વિશ્વના વેપારી મેદાન પર એક નવું તોફાન ઉભું થયું છે... અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવીને નવો વિવાદ જન્માવ્યો છે. આ નિર્ણયથી ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે, અને ભારતના અર્થતંત્ર પર ઊંડી અસરો થવાની શક્યતા છે...
2024માં ભારતે અમેરિકાને 86.5 અબજ ડોલરની નિકાસ કરી, જેમાં હીરા, કાપડ, ચામડાં અને ઘરેણાંનો મોટો હિસ્સો હતો. પરંતુ આ ટેરિફથી નિકાસ 40-50 ટકા ઘટી શકે છે. ખાસ કરીને ગુજરાતના સુરતનો હીરા ઉદ્યોગ, જે વિશ્વના 80 ટકા હીરા કટ કરે છે, તેના પર મોટી અસર પડવાની ભીતિ છે. અમેરિકા 30 ટકા ભારતીય હીરા ખરીદે છે, પરંતુ હવે ઊંચી કિંમતોને કારણે ઓર્ડર્સ રદ થઈ રહ્યા છે.
2024માં ભારતે અમેરિકાને 86.5 અબજ ડોલરની નિકાસ કરી
અમેરિકા 30 ટકા ભારતીય હીરા ખરીદે છે
સુરતની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ 100 કારીગરોને છૂટા કર્યા છે. ઉદ્યોગ સૂત્રોનું કહેવું છે કે ટેરિફના દબાણે નાના યુનિટ્સ બંધ થઈ રહ્યા છે. ગુજરાતમાં 1.25 લાખ નોકરીઓ જોખમમાં છે, અને કાપડ ઉદ્યોગ પણ અસરગ્રસ્ત થશે.
ગુજરાતમાં 1.25 લાખ નોકરીઓ જોખમમાં
કાપડ ઉદ્યોગ પણ અસરગ્રસ્ત થશે
ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયન ક્રૂડ ખરીદીને યુક્રેન યુદ્ધને ફંડ કરે છે....પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ ખરીદી બજાર આધારિત છે અને 1.4 અબજ લોકોની ઊર્જા જરૂરિયાતો માટે જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં કહ્યું, ભારત કોઈના દબાણમાં નહીં આવે....
PM મોદીએ સંસદમાં કહ્યું, 'ભારત કોઈના દબાણમાં નહીં આવે'
ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું, પરંતુ મોદીએ તેને નકારી કાઢ્યો, કહ્યું કે યુદ્ધ પાકિસ્તાનની માગણીથી રોકાયું. જર્મન અખબાર FAZનો ચોંકાવનારો દાવો છે કે મોદીએ ટ્રમ્પના ચાર ફોન કોલ્સનો જવાબ નથી આપ્યો, જે ટેરિફ વાતચીત માટે હતા. આનાથી ટ્રમ્પ ખિન્નાયા છે, અને વિશ્વમાં ભારતની વધતી તાકાત સ્પષ્ટ થઈ રહી છે.
શું કર્યો જર્મન અખબારે દાવો?
મોદીએ ટ્રમ્પના ચાર ફોન કોલ્સનો જવાબ નથી આપ્યો
ટેરિફ વાતચીત માટે ટ્રમ્પે PM મોદીને કર્યા હતા કોલ્સ
પ્રધાનમંત્રી મોદીએ ફોન ન ઉપાડતા ટ્રમ્પ ખિન્નાયા છે
વિશ્વમાં ભારતની વધતી તાકાત સ્પષ્ટ થઈ રહી છે
પ્રધાનમંત્રી કાર્યાલયમાં ટેરિફની અસરો રોકવા ખાસ બેઠક યોજાઈ. ભારત સ્વદેશી ઉત્પાદન અને નવા બજારો તરફ વળી રહ્યું છે. ટ્રમ્પની આ દાદાગીરી વચ્ચે ભારતનો આત્મવિશ્વાસ વિશ્વને નવી દિશા બતાવી રહ્યો છે.