ગુજરાત સરકારની આ બે યોજનાઓ બનાવે છે દીકરીઓનું ભવિષ્ય, સરકારે આપી આ નવી માહિતી

Sarkari Yojna : વ્હાલી દીકરી યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૭૪૩.૪૭ કરોડની સહાય મંજૂર કરાઈ: ૨.૮૪ લાખથી વધુ દીકરીઓને મળશે લાભ... કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં ૨.૦૭ લાખથી વધુ લાભાર્થીઓને ૨૩૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાત સરકારની આ બે યોજનાઓ બનાવે છે દીકરીઓનું ભવિષ્ય, સરકારે આપી આ નવી માહિતી

Gujarat Govt Vahali Dikari Yojana : ગુજરાત સરકારે ગુજરાતની દીકરીઓ માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે વિધાનસભા ગૃહમાં આજે વ્હાલી દીકરી યોજના અને કુંવરબાઈનું મામેરું યોજના અંગે મહત્વની માહિતી આપી. 

વ્હાલી દીકરી યોજના
વિધાનસભા ગૃહમાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના એ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતી યોજના છે. આ યોજના હેઠળ રાજ્યની ૨.૮૪ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય આપવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૭૪૩.૪૭ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૪૧,૮૪૩ દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સંદર્ભે છેલ્લાં એક વર્ષમાં મેહસાણા જિલ્લામાં ૧,૭૩૩ અરજી, આણંદ જિલ્લામાં ૨,૦૮૪ અને પાટણ જિલ્લામાં ૧,૧૦૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

પૈસાદાર પરિવારની મહિલાએ દુકાનમાંથી ચોર્યું મોંઘુદાટ પાટણનું પટોળું, CCTV થી ફૂટ્યો ભ
 
કુંવરબાઈનું મામેરું યોજના 
રાજ્યમાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે કુલ ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે વર્ષ ૧૯૯૫માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સહાયની રકમમાં વખતોવખત વધારો કરીને હાલ લાભાર્થીદીઠ રૂ. ૧૨ હજારની સહાય આપવામાં આવે છે. આ જ પ્રકારે, સાત ફેરા યોજનામાં પણ રૂ. ૧૨ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

છેલ્લાં ચાર વર્ષની વિગતો આપતાં કહ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬,૬૦૪ લાભાર્થીઓને રૂ. ૨૬.૬૦ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૫,૦૬૫ લાભાર્થીઓને રૂ. ૩૭.૬૯ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૯,૫૯૨ લાભાર્થીઓને રૂ. ૬૯.૬૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૬,૬૨૦ લાભાર્થીઓને રૂ. ૧૦૩.૬૧ કરોડ એમ કુલ નિયત કરાયેલા ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news