સાથે રમતી કિશોરીને અગાશીમાં અડપલા કરનાર રાજકોટના 2 કિશોરો સામે ગુનો નોંધાયો

Updated By: Mar 14, 2021, 01:03 PM IST
સાથે રમતી કિશોરીને અગાશીમાં અડપલા કરનાર રાજકોટના 2 કિશોરો સામે ગુનો નોંધાયો
  • વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો
  • 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોએ શારીરિક અડપલા કર્યા હતા
  • માતાપિતાની સાથે પોલીસ પણ આ કિસ્સો જાણીને ચોંકી ઉઠી હતી 

ઉદય રંજન/રાજકોટ :રાજકોટમાં ભદ્ર સમાજ માટે અભદ્ર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણી સાથે તેના જ બે સગીર મિત્રોએ અડપલાં કર્યા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

પોલીસનું કહેવું છે કે, મોડી રાત્રે એક પેરેન્ટ્સ મહિલા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેની 13 વર્ષની દીકરીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા 12-12 વર્ષનાં બે કિશોર શ્વાન રમાડવાનાં બહાને અગાસીમાં લઈ જઈ અઘટિત કર્યું હોવાની ફરિયાદ આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને બાળકીની માતાની રૂબરૂમાં સખી વન સેન્ટરમાં પોલીસે કાઉન્સિલિંગ કરાવતા તરૂણીને બંને સગીરોએ શારીરિક અડપલાં કર્યા હોવાની સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને કિશોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો :  કડીનો પટેલ પરિવાર બન્યો હેવાન, ગળુ દબાવીને એક માસની દીકરીને મારી નાંખી 

હાલ કાયદાના સંઘર્ષમાં આવેલ બંને બાળ કિશોરને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવતા બંનેને તેમના વાલીની હાજરીમાં CWPOની સમક્ષ પૂછપરછ કરવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી કરી નામદાર પ્રિન્સિપાલ જુવેનાઇલ જસ્ટીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તેવું રાજકોટના ઝોન 2 ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું. 

આ પણ વાંચો :  ગરમી વચ્ચે પડશે વરસાદ, હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે કરી આગાહી

શું બન્યું હતું... 
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવાડ રોડ પર મોટમવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ આવેલું છે. જ્યાં એપાર્ટમેન્ટના બાળકો એકબીજા સાથે રમતા હોય છે. ત્યારે 13 વર્ષની એક કિશોરી તેના બે 12-12 વર્ષના કિશોર મિત્રો સાથે રમી રહી હતી. ત્યારે બંને કિશોરોએ કિશોરીને કૂતરા રમાડવા માટે અગાશીમાં બોલાવી હતી. તેથી કિશોરી પોતાના ડોગીને લઈને અગાશી પર પહોંચી હતી. કિશોરી જ્યારે અગાશી પર પહોંચી તો 12 વર્ષના એક કિશોરે અગાશીનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં બે કિશોરોએ કિશોરી સાથે બળજબરી કરી હતી. તેઓએ કિશોરી સાથે અડપલા કર્યા હતા. બંને કિશોરના સકંજામાંથી છૂટીને કિશોરી પોતાના ઘરે દોડી ગઈ હતી. તેણે પોતાની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જેથી તેની માતા પણ આઘાત પામી હતી. બાદમાં સમગ્ર મામલો આખા ઘરમા માલૂમ પડ્યો હતો. જેથી માતાપિતા મહિલા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. પોલીસ પણ તરૂણોની આ હરકતથી આશ્ચર્ય પામી હતી. 

આ પણ વાંચો :  મોહન ડેલકરના પુત્રનો Explosive Interview : પ્રફુલ પટેલ પર પિતાના આત્મહત્યાનો સીધો આરોપ મૂક્યો