કોરોનાની નવી લહેર વચ્ચે ગુજરાત પર આવ્યું સંકટ, આવ્યા આ બીમારીના દર્દી, એકની આંખ કાઢવી પડી

Rising Mucormycosis Cases : એશિયાઈ દેશામાં કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં નોંધાયા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ... ગાંધીનગરમાં એક દર્દીને કાઢવી પડી આંખ.. તો એક ગંભીર દર્દીની ચાલી રહી છે સારવાર... 
 

કોરોનાની નવી લહેર વચ્ચે ગુજરાત પર આવ્યું સંકટ, આવ્યા આ બીમારીના દર્દી, એકની આંખ કાઢવી પડી

Corona New Wave : એશિયાના અનેક દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. હોંગકોંગમાં કોરોનાથી 31 લોકોનાં મોત થયા છે. તો સિંગાપુરમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. આવામાં ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીો નોંધાયા છે. 

એશિયાઈ દેશોમાં કોરોનાએ દેખા દીધી છે,  ત્યારે હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાતા ચિંતા વધી છે. ગાંધીનગરમાં ફરી બ્લેક ફંગસના કેસ નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના બે દર્દી દાખલ છે. જેમાંથી એકની આંખ કાઢવી પડી છે. આ બંને દર્દીઓ હાઈ સુગરથી પીડિત છે. બંનેની ICUમાં સારવાર ચાલી રહી છે. 

ગુજરાતમાં કોરોના પછી ફરી બ્લેક- ફંગસના કેસ દેખાતા તંત્ર સાબદું થયું છે. ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંગસના બે દર્દી દાખલ કરવામાં આવ્યા છે. એક દર્દીને મ્યુકોરમાઈકોસિસના કારણે આંખ કાઢવી પડી છે. બંને દર્દી હાલ icu મા સારવાર હેઠળ છે. બંને દર્દી હાઇ ડાયાબિટીસથી પીડિત પણ છે. 


તબાહી મચાવનાર કોરોના ફરી આવ્યો
પાંચ વર્ષ પહેલા દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ફરી એકવાર નવી લહેર સાથે દસ્તક આપી રહ્યો છે. સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. સિંગાપોર, હોંગકોંગ અને બેંગકોકમાં ચેપ ઝડપથી વધ્યો છે. આ ચેપ વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, આનાથી તબીબી નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે. ઘણા એશિયન દેશોમાં કોરોનાની નવી લહેરે ભારતમાં પણ ચિંતા વધારી છે. જોકે, ભારતમાં કોરોનાની નવી લહેરના કોઈ સંકેત નથી.

ભારતમાં 93 કેસ, કોઈ ખતરો નથી
ભારતીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર COVID-19 ડેશબોર્ડ અનુસાર, દેશમાં હાલમાં કોવિડના 93 સક્રિય કેસ છે. ભારતમાં કોરોનાવાયરસના કેસોની કોઈ નવી લહેરના કોઈ સંકેત નિષ્ણાતોને હજુ સુધી મળ્યા નથી. ડોક્ટરો કહે છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી પણ સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ સાવચેતી રાખવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news