અમદાવાદમાં સસરા જમાઈની જોડી બની માથાનો દુ:ખાવો, બન્નેના કાંડ સાંભળીને ઉડી જશે હોશ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી. તેની ફરિયાદને આધારે પોલીસે આ સસરા જમાઈની જોડીની ધરપકડ કરી છે. સસરા જમાઈની જોડીએ આઇસર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઉદય રંજન/અમદાવાદ: અત્યાર સુધી આપે વાહન ચોરીને અંજામ આપતી ગેંગ વિશે અનેક કિસ્સા ઓ જોયા હશે, પણ એક એવી પણ ગેંગ છે કે જેના માસ્ટર માઈન્ડ સસરા અને જમાઈ છે. સસરા જમાઈની આ જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જોકે હાલ તો એક ચોરીના ગુનામાં સસરા જમાઈ પોલીસ પકડમાં આવી ગયા છે.
પોલીસની ગીરફતમાં રહેલા બંને શખ્સના નામ બદરુદ્દીન ઉર્ફે અનવર સૈયદ અને શહીદ ઉર્ફે સા અરબ છે. આ બંને આમ તો સસરો અને જમાઈ થાય છે. આ સસરા જમણીની જોડી ભેગી મળીને વાહન ચોરીને અંજામ આપે છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી. તેની ફરિયાદને આધારે પોલીસે આ સસરા જમાઈની જોડીની ધરપકડ કરી છે. સસરા જમાઈની જોડીએ આઇસર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરતા આ બંનેએ અન્ય ચોરીઓની પણ કબુલાત આપી હતી.
મહેસાણામાં આડેધડ પતંગ-દોરીની ખરીદી કરશો તો છેતરશો, રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
સસરા બદરુદ્દીન વડોદરા રહે છે અને વાહન ચોરીમાં નિપુણ છે. બદરુદ્દીનનો જમાઈ શહીદ અમદાવાદ રહે છે. એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી અને બાદમાં બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સસરા જમાઈ એ અમરાઈવાડીમાંથી આઇસર ચોરી સહિત અન્ય પાંચ ચોરીની પણ કબુલાત આપી છે. જેમાં ઉત્તરપ્રદેશનાં સિકંદરા રાવ, ખોખરા, બગોદરા, આણંદ ટાઉન, ભરૂચ માં પણ વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે.
ગજબનો કિસ્સો! કૌમાર્ય અવસ્થામાં યુવતીએ કર્યો વિધર્મીને પ્રેમ, પતિની એવી હત્યા કરી કે...
કઈ રીતે કરતા વાહન ચોરી
સસરા જમાઈની જોડી હાઈ-વે પર અથવા અન્ય કોઈ જગ્યાઓ પર પડેલા વાહનોની ચોરી કરતા હતા. ખાસ કરીને જ્યાં સીસીટીવી હોતા નથી અથવા વાહનો સીસીટીવીની નજરમાં આવે નહીં તે રીતે પાર્ક કરેલા હોય તો તેના વાયરીંગ દ્વારા વાહન શરૂ કરી લઈ ચોરી કરતા હતા.
અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, આ દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ
ઉલ્લેખનીય છે કે સસરા બદરુદ્દીન અને જમાઈ શહીદ દ્વારા છ જેટલા વાહનો ચોરીની કબૂલાત કરી છે. ઉપરાંત સસરા બદરુદ્દીન અગાઉ ગુજરાતના અનેક જિલ્લામાં 26 જેટલા ગુનાઓમાં ધરપકડ કરી છે. હાલ તો અમરાઈવાડી પોલીસે સસરા જમાઈની જોડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વધુ કોઈ ચોરી કે અન્ય ગુનાઓ નોંધાયા છે કે કેમ અથવા તો સસરા જણાઈ સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.