)
નિલેશ જોશી, વાપીઃ ખૂની પ્રણય ત્રિકોણની કહાની બની વાપીના ગીતાનગર વિસ્તારમાં...જ્યાં ચંદન ગુપ્તા નામનો શખ્સ રેલવે ફાટક નજીક પહોંચ્યો...એક ઓફિસના પાર્કિગમાં ઉભેલા દિલીપ નકુમ અને નેહા નામની યુવતી પર ચંદને જીવલેણ હુમલો કર્યો. ઘટનામાં દિલીપનું સ્થળ પર મોત નીપજ્યું..તો નેહા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ... નેહા પોતાનો જીવ બચાવવા રસ્તા પર દોડી ગઈ. ત્યાંથી કોઈ રીક્ષા ચાલકે તેને હોસ્પિટલ પહોંચાડી...જ્યાં ટુંકી સારવાર દરમિયાન નેહાનું પણ મોત નિપજ્યું. બીજી તરફ ઘટનાની જાણ થતા વાપી ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો..અને તપાસનો ધમધમાટ શરૂ થયો...
ગણતરીના સમયમાં જ હત્યારા ચંદન ગુપ્તાની પોલીસે ધરપકડ કરી... પ્રાથમિક તપાસમાં લવ ટ્રાયેન્ગલ ખુલ્યું...જેમાં નેહા સાથે ચંદનને લગ્ન કરવા હતા. લગ્નનો પ્રસ્તાવ લઈને ચંદન નેહાના ઘરે પણ પહોંચ્યો હતો. જ્યાં તેનો ઝઘડો થયો હતો અને બીજી તરફ ચંદને પોતાના મિત્ર દિલીપ સાથે નેહાને જોઈ જતા ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ બંને પર જીવલેણ હુમલો કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી ચંદન મૃતક નેહાને લગ્ન માટે દબાણ પણ કરતો હતો...પરંતુ નેહાને દિલીપ સાથે પ્રેમ સંબંધ હતો..જેને આરોપી ચંદન સ્વીકારી ન શક્યો...અને પ્રેમિકા તથા તેના પ્રેમીની હત્યા કરી નાખી... હાલ તો આરોપી ચંદન ગુપ્તાને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે...અને આ કેસમાં આગળની તપાસ શરૂ કરી છે...