દ્વારકાના મધદરિયે ટકરાયા બે મોટા જહાજ, 33 ક્રુ મેમ્બર્સને બચાવાયા

ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ ટકરાવાની ઘટના બની હતી. MV એવિએટર તથા MV એટલાન્ટિક નામની બંને શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને શિપમાં રહેલા 43 જેટલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરાયા હતા. 26 નવેમ્બરના  21.30 કલાક આસપાસ આ ટક્કર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળતા અથડામણ થયેલ જગ્યાએ દરિયાઈ પ્રદૂષણ અંગે મૂલ્યાંકન શરૂ કર્યુ હતું. હાલ દરિયામાં કોઈ તેલ પ્રસરણ કે દરિયાઈ પ્રદૂષણ થતા કોસ્ટગાર્ડ શિપ તથા હેલિકોપ્ટર દ્વારા સફાઈ હાથ ધરાઇ છે. 
દ્વારકાના મધદરિયે ટકરાયા બે મોટા જહાજ, 33 ક્રુ મેમ્બર્સને બચાવાયા

ઝી મીડિયા/બ્યૂરો :ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ ટકરાવાની ઘટના બની હતી. MV એવિએટર તથા MV એટલાન્ટિક નામની બંને શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને શિપમાં રહેલા 43 જેટલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરાયા હતા. 26 નવેમ્બરના  21.30 કલાક આસપાસ આ ટક્કર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળતા અથડામણ થયેલ જગ્યાએ દરિયાઈ પ્રદૂષણ અંગે મૂલ્યાંકન શરૂ કર્યુ હતું. હાલ દરિયામાં કોઈ તેલ પ્રસરણ કે દરિયાઈ પ્રદૂષણ થતા કોસ્ટગાર્ડ શિપ તથા હેલિકોપ્ટર દ્વારા સફાઈ હાથ ધરાઇ છે. 

દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે ટક્કર થતા કોસ્ટગાર્ડની મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી જઈ બંને જહાજના 43 ક્રુ મેમ્બરને ઉગારી લીધા છે. બંને જહાજ વચ્ચે ટક્કર થતા જહાજમાં રહેલ ઓઇલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. શિપ ટકરાતા કોઈ કેમિકલ દરિયામાં અંદર ઢોળાયું કે કેમ તેની તપાસ હાથ ધરાઇ હતી. 

No description available.

ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે ટક્કર થઈ હતી. ગત રાત્રે 21.30 કલાકે ઘટેલી આ ઘટના કયા કારણોસર થઈ છે તે જાણી શકાયું નથી. જોરદાર ટકકરના કારણે બંને શિપમાં નુકશાની પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાના પગલે બંને શિપ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની બે શીપ C 411તથા C 403 તથા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ઘટના સ્થળે પહોંચી બંને શિપમાના 43 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા. 

No description available.

એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રુ મેમ્બર હતા. જ્યારે કે, ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સ ક્રુ મેમ્બર સવાર હતા. બીજી તરફ બંને શિપમાંથી કેમીકલ દરિયામાં ન ભળે અને જળ પ્રદુષણ ન થાય તેના મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો ઓખા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી છે. હાલ ભારતીય કોસ્ટ ગાર્ડ શીપ તમામ 43 ક્રુ મેમ્બર્સને લઈને ઓખા બંદરે આવી ગયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news