આણંદ : શહેરમાં વૃદ્ધાનાં ધરે જઈ  તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનાં બહાને 1.85 લાખની છેતરપીંડી કરી ફરાર થઈ ગયેલા બે ઠગોને આણંદની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આણંદ ટાઉન પોલીસ મથકને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ શહેરમાં વલ્લભવિદ્યાનગર રોડ પર રહેતા વૂદ્ધાનાં ધરે જઈ તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા અંગે વાતચીત કરી તેમજ પોતાની સાથે લાવેલા વોશિંગ મશીન ગેસની સગડી સહીતનો સામાન સરકાર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવી વૃદ્ધાને વિશ્વાસમાં લઈને સામાન સાથે પૈસા મુકી ફોટો પડાવીને સરકારમાં મોકલવાનાં બહાને બે અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધાને બેંકમાં લઈ જઈ તેણીનાં ચેક પર સહી કરાવીને બેંકમાંથી 1.85 લાખની રકમ ઉપાડીને વૃદ્ધાને ફરી તેણીનાં ધરે પરત લઈ જઈ સામાન સાથે પૈસાનો ફોટો પડાવવા માટે 1.85 લાખની રોકડ રકમ બન્ને શખ્સોએ પોતાની પાસે રાખી હતી. વૃદ્ધાને ચ્હા બનાવવા રસોડામાં મોકલીને બન્ને અજાણ્યા શખ્સો 1.85 લાખની રકમ લઈને ફરાર થઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર કૌભાંડ મુદ્દે વધારે 2 આરોપીની ધરપકડ, 23 લાખ રોકડા મળ્યાં, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ


આ ધટનાને લઈને છેતરપીંડીનો ભોગ બનેલી મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા એલસીબી પોલીસે વૃદ્ધાનાં ધરની આસપાસ અને બેંકનાં સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ વર્ના કારનો નંબર પોલીસને મળતા પોલીસે તપાસ કરતા આ કાર ખેડબ્રહ્માનાં કબીર ઉર્ફે કિશોર પ્રહલાદભાઈ વાધેલાની હોવાનું તેમજ તે અગાઉ વડોદરા જિલ્લામાં છેતરપીંડીનાં ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને તે હાલમાં પણ આવી રીતનાં છેતરપીંડીનાં ગુનાઓ આચરતો હોવાનું જાણવા મળ્યું હતું.


દ્વારકામાં આજે વિશાળ ધર્મસભા, શંકરાચાર્યજી ઉપરાંત અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહેશે


આણંદની એલસીબી પોલીસે તપાસ કરતા કબીર ઉર્ફે કિશોર પોતાનાં સાગરીત સાથે કાર લઈને ખેડબ્રહ્માથી કયાંક બહાર જનારો હોવાનું જાણવા મળતા જ એલસીબી પોલીસની ટીમ ખેડબ્રહ્મા પહોંચી ગઈ હતી. કબીર ઉર્ફે કિશોર પ્રહલાદભાઈ વાધેલા અને તેનાં સાગરીત અજયભાઈ ધનરાજભાઈ સુથારને ઝડપી પાડી આણંદની એલસીબી પોલીસ મથકે લાવીને પુછપરછ કરતા તેણે આણંદ વિદ્યાનગર રોડ પર આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાનાં બહાને વૃદ્ધાની સાથે ઠગાઈ કરી હોવાની કબુલ્યું હતું. જેના પગલે એલસીબી પોલીસે બન્ને આરોપીઓને વધુ તપાસ માટે આણંદ ટાઉન પોલીસ મથકને હવાલે કરતા પોલીસે બન્ને આરોપીઓની ઠગાઈનાં ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેની પાસેથી કાર અને રોકડ રકમ કબ્જે કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube