તારીખ 20-01-2020 અને સમય 20.20.20 વાગ્યે સર્જાયો અનોખો સંયોગ

આજનો દિવસમાં બે વખત ઐતિહાસિક ક્ષણ સર્જાઇ હતી. સવારે 08.20 વાગ્યે અને અત્યારે આ સ્ટોરી તમે વાંચી રહ્યા છો ત્યારે એટલે કે સાંજે 08.20 વાગ્યે. જી હા તમે વાંચી રહ્યા છો તે એકદમ સાચુ છે. આજે 20-01-2020 તારીખ છે અને સવારે 08.20 વાગ્યે જો કોઇ કામ કરવામાં આવે તો સમય 08.20 અને તારીખ 20-01-2020 થઇ જશે. આ અનોખા સંયોગનાં કારણે અનેક લોકોમાં ઉત્સુકતાં જોવા મળી રહી છે. આ ક્ષણને ખાસ બનાવવા માટે લોકો અનોખા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે. 

Updated By: Jan 20, 2020, 09:13 PM IST
તારીખ 20-01-2020 અને સમય 20.20.20 વાગ્યે સર્જાયો અનોખો સંયોગ

અમદાવાદ : આજનો દિવસમાં બે વખત ઐતિહાસિક ક્ષણ સર્જાઇ હતી. સવારે 08.20 વાગ્યે અને અત્યારે આ સ્ટોરી તમે વાંચી રહ્યા છો ત્યારે એટલે કે સાંજે 08.20 વાગ્યે. જી હા તમે વાંચી રહ્યા છો તે એકદમ સાચુ છે. આજે 20-01-2020 તારીખ છે અને સવારે 08.20 વાગ્યે જો કોઇ કામ કરવામાં આવે તો સમય 08.20 અને તારીખ 20-01-2020 થઇ જશે. આ અનોખા સંયોગનાં કારણે અનેક લોકોમાં ઉત્સુકતાં જોવા મળી રહી છે. આ ક્ષણને ખાસ બનાવવા માટે લોકો અનોખા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે. 

જો જોવાઇ જઇએ તો આજે રાત્રે 08.20 વાગ્યે  20:20:20 2020નો અનોખો સંયોજ સર્જાઇ રહ્યો છે. જાણો કઇ રીતે. સાંજે આઠ વાગ્યાને જો 24 કલાકનાં ફોર્મેટમાં જોવામાં આવે તો તે 20 વાગ્યા કહેવાય આ રીતે 20 વાગીને 20 મિનિટ અને 20મી સેકન્ડને 20.20.20નો અનોખો સંયોગ સર્જાઇ રહ્યોછે. આ ઉપરાંત આજે તારીખ પણ 20 છે અને વર્ષ પણ 2020 ચાલી રહ્યું છે. ત્યારે જો આ તમામ 20ને ભેગા કરવામાં આવો તો 20નો એક અનોખો અને અદ્ભુત સંયોગ સર્જાઇ રહ્યો છે. 

દુનિયાને હત્યાની ધમકી આપનારા વિશાલ ગૌસ્વામીને પોતાનાં એન્કાઉન્ટરનો ડર !

કેટલાક લોકો સોની બજારમાં આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે 08.20 વાગ્યે સોનું  ખરીદશે. તો કેટલાક લોકો પોતાની બાઇક કે ગાડીની ડિલીવરી તે સમયે મેળવવાનાં છે. જો કે આ સંયોગને ખાસ બનાવવા માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સવારે 08.20 વાગ્યે અને સાંજે 08.20 વાગ્યે લોકોમાં ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ક્ષણને ખાસ બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube