અમદાવાદ: મારુતિનંદન હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, 25 લોકો સામે ગુનો દાખલ

અમદાવાદના એસ.જી રોડ પર આવેલી મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. શનિવારે રાતે બનેલી આ ઘટનામાં અસમાજિક તત્વોએ હોટલના તમામ કાચ તોડી નાખ્યાં અને કર્મચારીઓને પણ માર માર્યો. 

Updated By: Feb 11, 2018, 04:34 PM IST
અમદાવાદ: મારુતિનંદન હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, 25 લોકો સામે ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદના એસ.જી રોડ પર આવેલી મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. શનિવારે રાતે બનેલી આ ઘટનામાં અસમાજિક તત્વોએ હોટલના તમામ કાચ તોડી નાખ્યાં અને કર્મચારીઓને પણ માર માર્યો. લાકડી અને પથ્થર વડે કાચ ફોડી નાખ્યા હતાં. આ અગાઉ હોટલ માલિકના પુત્રનું અપહરણ પણ કરાયું હતું અને તેને ધોકા-પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. 

આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ મામલે આંબલીના 25 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ઘટના સંબંધે એવું પણ જાણવા મળ્યું છે કે અકસ્માતની અદાવત રાખીને માલિકના પુત્રનું અપહરણ કરાયું હતું. બોપલમાં અપહરણ,વસ્ત્રાપુરમાં મારામારી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં તોડફોડનો ગુનો નોંધાયો છે.