)
Vegetable Market: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે (Unseasonal Rain) ખેડૂતો અને ગ્રાહકો બંનેની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને, અમદાવાદના શાકભાજી બજાર (Vegetable Market) પર આ વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે, જેના કારણે શાકભાજીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના સીધા પરિણામે ભાવમાં વધારો થયો છે.
વેલાવાળા શાકભાજીને સૌથી વધુ નુકસાન
આ કમોસમી વરસાદને કારણે વેલા વાળા શાકભાજીની આવક 20 થી 30 ટકા જેટલી ઘટી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે કારેલા, ગલકા, અને તુરીયા જેવા શાકભાજીની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે વેલના શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે, જેના લીધે તેની ગુણવત્તા (Quality) નબળી પડી છે. કેટલાક વિસ્તારોમાં તો શાકભાજી કોહવાઈ ગયાના (Rotting) કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાણીવાળા શાકભાજીની ગુણવત્તા સારી ન હોવાથી બજારમાં તેની ખરીદી પણ ઓછી થઈ રહી છે.
વટાણાની આવક 70% ઘટી, ભાવ 150 રૂપિયાએ પહોંચ્યો!
કમોસમી વરસાદની સૌથી મોટી અસર પંજાબથી આવતા વટાણા (Peas) પર જોવા મળી છે. વટાણાની આવકમાં 70 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. આવક ઘટતાં, જે વટાણા અગાઉ 15 દિવસ પહેલા રૂ. 80-120 પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેનો હાલનો હોલસેલ ભાવ રૂ. 120-150 સુધી પહોંચી ગયો છે.
આવક અનિયમિત રહેશે, ભાવ વધારો યથાવત
બજારના વેપારીઓના મતે, ખેતરોમાંથી પાણી ઓસરતા હજુ સમય લાગશે, જેના કારણે હજુ એક અઠવાડિયા સુધી શાકભાજીની આવક અનિયમિત રહેવાની શક્યતા છે. જ્યાં સુધી નવી અને સારી ગુણવત્તાવાળી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી શાકભાજીના ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
શાકભાજીના હોલસેલ ભાવ પર એક નજર (કિલોદીઠ)
શાકભાજી 15 દિવસ પહેલા આજનો ભાવ ( હોલસેલ કિલોદીઠ ભાવ)