દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં દલિત બાળાઓ સામે શાળાના શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા સહિતના શિક્ષકો કેવી ભાષા વાપરે છે તેનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમા દલિત બાળાઓ દલિત આગેવાનોને પોતાની સામે શાળામાં શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા સહિતના શિક્ષકો તેઓની સાથે કેવુ વર્તન કરે છે એ જણાવી રહી છે. એક સમાજના વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો દ્વારા ભેદભાવ રાખતો હોવાનો વીડિયો વાયરલ થતા આ મામલે સમિતિની રચના કરવામાં આવી હતી. તેમજ જવાબદાર શિક્ષકોની બદલીના આદેશ કરાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શાળાના શિક્ષકો દ્વારા થયેલ ભેદભાવ અંગેનો વિડીયો વાયરલ થયો છે. દલિત સમાજ દ્વારા આ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાની જે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સંઘના ચેરમેન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અંગે એક સમિતિ રચવામાં આવી છે. 


આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય


શિક્ષકો વિદ્યાર્થીનીઓને કેવા સવાલો કરે છે...
વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી શકીએ મે જાવ, અને અમારી સમાજની કોઇ છોકરી જાય તો ધક્કો મારી કહે છે કે, નીચી જ્ઞાતિને અમે નથી લેતા. લક્ષ્મી ટીચર ભણાવે છે સારૂ પણ માર પણ બહુ મારે છે. તેમજ જીજ્ઞેશ સર ચીટીયા ભરે છે અને છોકરીઓ પાસે જ બેસી રહે છે. અમને કહે છે કે, તમે નોનવેજ ખાતા હશો ને. તેમજ તમારા ઘરે મહેમાન આવે, ત્યારે મટન પકવવામાં આવતું હશે ને. અમે ભણવા આવીએ છીએ તમારા જવાબ આપવા નથી આવતા. આ અંગે અમે મારા પપ્પાને પણ વાત કરી છે. અમને સોટીથી માર મારે છે અને લાફા મારી લે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક