Vadodara News

વડોદરા - શહીદોને યાદ કરીને જાનમાં અપાઈ શ્રદ્ધાંજલિ, એક પણ ડાન્સિંગ ગીત ન વગાડ્યું

વડોદરા - શહીદોને યાદ કરીને જાનમાં અપાઈ શ્રદ્ધાંજલિ, એક પણ ડાન્સિંગ ગીત ન વગાડ્યું

 હાલ સમગ્ર દેશમાં એક તરફ શહીદો માટે શોકની લાગણી છે, તો બીજી તરફ આતંકવાદીઓ પ્રત્યે આક્રોશ છે. જૈશ-એ-મોહંમદે કરેલા આ આતંકવાદી હુમલામાં ભારતના 44 જેટલા જવાન શહીદ થયા છે. ત્યારે આ સૌથી મોટા આતંકવાદી હુમલા અંગે સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે, ત્યારે વડોદરાના કાપડિયા પરિવારે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. આવી શ્રદ્ધાંજલિ કદાચ અત્યાર સધી કોઈએ આપી નહિ હોય.

Feb 15, 2019, 01:50 PM IST
વડોદરા રેલવેએ મુસાફરોના ચોરાયેલ મોબાઈલ મામલે કર્યું એવું કામ કે, વખાણ કરીને થાકશો

વડોદરા રેલવેએ મુસાફરોના ચોરાયેલ મોબાઈલ મામલે કર્યું એવું કામ કે, વખાણ કરીને થાકશો

 ટ્રેનોમાં ચોરીના બનાવો નવા નથી. મુસાફરોની બેગથી લઈને મોબાઈલ સુધીની અનેક વસ્તુઓની ચોરી થતી રહે છે. પરંતુ મુસાફરોના ચોરાયેલા મોબાઈલ મામલે વડોદરા રેલવે પોલીસે મોટી કામગીરી કરી છે. જેમાં રેલવે પોલીસે ત્રણ મહિનાના ગાળામાં જ 350થી વધુ મોબાઈલને ટ્રેસ કરીને મુસાફરોને પરત કર્યા હતા.

Feb 14, 2019, 02:06 PM IST
મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo

મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo

 ગુજરાતમાંથી પચ્ચીસેક વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ મહીસાગર વિસ્તારમાં ફરી જોવા મળ્યો હતો. ત્યારે હવે વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં પણ આખરે વાઘ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. 

Feb 12, 2019, 11:57 AM IST
નવસારી : પોલીસે બાતમીના આધારે નોટબંધીની 3.50 કરોડ નોટ પકડી

નવસારી : પોલીસે બાતમીના આધારે નોટબંધીની 3.50 કરોડ નોટ પકડી

 નવસારીમાં લોકલ ક્રાઈમબ્રાંચે ઉંડાચ ગામ નજીકથી રુપિયા 3.50 કરોડની જૂની ચલણી નોટ ઝડપી પાડી છે. સાથે જ ચાર ઈસમોની પણ અટકાયત કરી છે. 

Feb 11, 2019, 09:06 AM IST
લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા

લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા

 મહીસાગરમાં લીમડિયા વીરપુર હાઇવે પર જાન ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો, જેમાં 30થી 35 જાનૈયાઓને ઈજા પહોંચી હતી.

Feb 10, 2019, 03:26 PM IST
ગુજરાતમાં સિંહોના સામ્રાજ્યમાં વાઘની એન્ટ્રી, વલસાડ બાદ હવે મહીસાગર પાસે વાઘ દેખાયો

ગુજરાતમાં સિંહોના સામ્રાજ્યમાં વાઘની એન્ટ્રી, વલસાડ બાદ હવે મહીસાગર પાસે વાઘ દેખાયો

 મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. એક વાહનચાલકે વાઘને જોતાં તેણે ફોટો પાડીને શેર કર્યો હતો. 

Feb 10, 2019, 08:12 AM IST
ગુજરાતમાં ગે ટુરિઝમ વિકસાવવા માંગે છે રાજપરિવારના આ યુવરાજ

ગુજરાતમાં ગે ટુરિઝમ વિકસાવવા માંગે છે રાજપરિવારના આ યુવરાજ

 ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં સમલિંગીકો દ્વારા સમલૈગિંકો અને અન્ય લોકો માટે અનોખા પ્રકારના ફ્લેગિંગ ડાન્સ પરફોર્મન્સ અને વર્કશોપનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ન્યુયોર્કના સમલૈગિંગ યુવાનો એન્ટોની જ્યોર્જી અને માઇકલ ડેક્સ અને તેમની ટીમે રાજપીપળા ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહના સહયોગથી રાજવંત પેલેસમાં આ ડાન્સનું પરફોર્મન્સ કર્યું હતું. 

Feb 6, 2019, 08:38 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ

 ગત 31 ઓક્ટોબરના રોજ ખુલ્લુ મૂકાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેના ઉદઘાટનના ત્રણ મહિનામાં જ કુલ 8 લાખ 12 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુને નિહાળ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાત આવતા પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમની પહેલી પસંદગી બન્યું છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના સમયગાળામાં વધારો કરાયો છે.

Feb 5, 2019, 02:48 PM IST
રાજપીપળાના 6 યુવાનોએ રક્તદાનને બનાવ્યું ‘વ્યસન’

રાજપીપળાના 6 યુવાનોએ રક્તદાનને બનાવ્યું ‘વ્યસન’

 આમ તો આજના યુવાનો ભણતરને બાદ કરતાં પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં અને હરવા ફરવામાં પસાર કરતા હોય છે. પણ બહુ ઓછા યુવાનો એવું સમજ છે કે, યુવાનીમાં મોજ-મસ્તીની સાથે સેવાકાર્યની ખુમારી રાખશો તો માન અને મોભો સામે ચાલીને તમારા આંગણે આવીને આવશે. અહીં વાત છે રાજપીપળાના એ 6 યુવાનોની જેમણે પોતાના યુવાની કાળમાં મોજ-મસ્તી તો કરી, પણ સાથે સાથે એવું સેવાભાવી કાર્ય કર્યું જેનાથી લોકોનો કિંમતી જીવ બચી શક્યા. આ યુવાનોએ નિયમિત સમયે રક્તદાન કરવાનું નક્કી કર્યું અને એ રક્તદાનને પોતાનું વ્યસન બનાવી દીધું. એમના આ જ વ્યસનને લીધે કેટલાયે લોકોના જીવ પણ બચ્યા છે.  આ લોકો છે ઉરેશ પરીખ, કંદર્પ જાની, નિમેશ

Feb 5, 2019, 10:35 AM IST
વડોદરા : મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યાં

વડોદરા : મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યાં

 વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા યાર્ડમાં જતી વખતે પાટા પરથી ઉતરી પડતાં મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી. જોકે સદનસીબે આ ટ્રેનમાં મુસાફરો નહિ હોવાને કારણે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ડબ્બા ખડી પડવાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ પ્લેટફોર્મ પર દોડી આવ્યા હતા અને ટ્રેક પરના ડબ્બા હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Feb 5, 2019, 10:20 AM IST
3 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યા રેકોર્ડબ્રેક મુસાફરો અને થઈ કરોડોની આવક

3 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યા રેકોર્ડબ્રેક મુસાફરો અને થઈ કરોડોની આવક

 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતી પર અનાવરણ થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ફલક પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ દિવસે જ્યારથી સ્ટેચ્યુનું લોકાર્પણ કરાયું છે, ત્યારથી આ ટુરિસ્ટ પ્લેસ પર મુસાફરોનો અવિરત પ્રવાહ રહ્યો છે. 

Feb 4, 2019, 01:56 PM IST
NEETમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવીને આ વડોદરાવાસીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

NEETમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવીને આ વડોદરાવાસીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

 અશરફ કેશરાણી નામના વિદ્યાર્થીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાતી NEETમાં ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવી રાજ્ય સહિત વડોદરાનું ગૌરવ વધાર્યું. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ગત ૬ જાન્યુઆરીના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ NEETટની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ગઈકાલે મોડી સાંજે જાહેર થયું છે. 

Feb 1, 2019, 12:13 PM IST
વડોદરા જિલ્લા પંચાયતમાં ભૂકંપ, 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો પોકાર્યો

વડોદરા જિલ્લા પંચાયતમાં ભૂકંપ, 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો પોકાર્યો

વડોદરાની કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોગ્રેસના 19માંથી 17 સભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન ભટ્ટને બદલવાની માંગ સાથે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને પત્ર લખ્યો છે.  

Jan 30, 2019, 11:38 PM IST
દાદાએ પૌત્રીના 7 ટુકડા કરીને 7 જુદા જુદા ખાડામાં દાટ્યા, આખી ઘટના વાંચી કંપારી છૂટી જશે

દાદાએ પૌત્રીના 7 ટુકડા કરીને 7 જુદા જુદા ખાડામાં દાટ્યા, આખી ઘટના વાંચી કંપારી છૂટી જશે

ભારતમાં હજી પણ અનેક ઠેકાણે અંધશ્રદ્ધા વ્યાપેલી છે. આ અંધશ્રદ્ધામાં રાચતા લોકો બીજાને ઈજા પહોંચાડવાનું, તેમજ હત્યા સુદ્ધા કરવાનું ચૂકતા નથી. ત્યારે ગુજરાતમાં પણ હજી પછાત વિસ્તારો અંધશ્રદ્ધાના દૂષણમાં સબડી રહ્યાં છે. ત્યારે દાહોદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દાદાએ પોતાની વ્હાલસોયી પૌત્રીના ટુકડા કરીને જમીનમાં દાટી દીધા હતા. આ સમગ્ર મામલો ધાનપુર પોલીસ મથકે પહોંચતા દાદાની ધરપકડ કરાઈ છે. ત્યારે આખરે કઈ અંધશ્રદ્ધાને કારણે દાદાએ આવું કર્યું તે જાણીએ... 

Jan 30, 2019, 02:47 PM IST
ભાજપના પૂર્વ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-દંભી દારૂબંધીને ગુજરાતમાંથી હટાવો

ભાજપના પૂર્વ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-દંભી દારૂબંધીને ગુજરાતમાંથી હટાવો

 ભરૂચ હિતરક્ષક સમિતિના આગેવાન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાનો દારૂ બંધી પર વિવાદાસ્પદ નિવેદન આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ તેવી વાત કરી છે અને તેના કારણો આપ્યા છે.

Jan 28, 2019, 03:32 PM IST
સમલૈંગિક પ્રેમપ્રકરણઃ 23 વર્ષની પરિણીતા 19 વર્ષની બહેનપણી સાથે ભાગી ગઈ!

સમલૈંગિક પ્રેમપ્રકરણઃ 23 વર્ષની પરિણીતા 19 વર્ષની બહેનપણી સાથે ભાગી ગઈ!

વડોદરા શહેરના અટલાદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા પોતાની 19 વર્ષની બહેનપણીની સાથે 13 દિવસ પહેલાં ઘરેથી જતી રહેતા રહસ્ય સર્જાયું છે. પરિણીતા પોતાના અઢી વર્ષના પુત્ર અને પતિને છોડી ફેસબુક થકી બહેનપણી બનેલી યુવતી સાથે જતી રહી હોવાનો પરિણીતાના પતિએ આરોપ લગાવી જે.પી પોલીસ અને માંજલપુર પોલીસમાં અરજી કરી છે 

Jan 24, 2019, 09:31 PM IST
વડોદરામાં દંપતિનો આબાદ બચાવ, એલ્યિમિનિયમની એંગલો કારનો કાચ તોડી અંદર ઘુસી ગઈ

વડોદરામાં દંપતિનો આબાદ બચાવ, એલ્યિમિનિયમની એંગલો કારનો કાચ તોડી અંદર ઘુસી ગઈ

શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસેથી એલ્યુમિનીયમની એંગલો ભરીને પસાર થઇ રહેલા ટેમ્પોમાંથી એંગલો પડતા ટેમ્પોની આગળ જતી કારમાં ઘૂસી ગઇ હતી. કારના સ્ટેરીંગ સુધી એંગલો ખૂંપી જતાં કારમાં સવાર દંપતિને ઇજા પહોંચી હતી

Jan 24, 2019, 09:01 PM IST
વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ

વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ

શહેરના ભાયલી વિસ્તારમાં સિઝન્સ પ્રાઈમ એપાર્ટમેન્ટમાં એક પતિએ તેની પૂર્વ પત્નીની ઘર કંકાસમાં હત્યા કરી પોતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે, હત્યા અને આત્મહત્યાના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી મુજબ યુગલની પુત્રીને કેન્સરની બિમારી હોવા છતાં તેના પિતાએ શા માટે આવું અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી 

Jan 24, 2019, 06:56 PM IST
વડોદરા કોર્પોરેશનનું રૂ.3554.51 કરોડનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરાયું

વડોદરા કોર્પોરેશનનું રૂ.3554.51 કરોડનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરાયું

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2019-20નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યુ...રૂપિયા 3554.51 કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યુ છે...બજેટમાં કરવેરાના દરમાં કોઈ જ વધારો કરાયો નથી. 

Jan 24, 2019, 04:47 PM IST
વડોદરા: અનેક વિસ્તારોમાં કેમિકલયુક્ત ગેસની તીવ્ર દુર્ગંધથી લોકો હેરાન પરેશાન 

વડોદરા: અનેક વિસ્તારોમાં કેમિકલયુક્ત ગેસની તીવ્ર દુર્ગંધથી લોકો હેરાન પરેશાન 

વડોદરાના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે કેમિકલયુકત ગેસની તીવ્ર દુર્ગધ મારતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. રાત્રે વડોદરાના ફતેગંજ, છાણી ટીપી 13, નવાયાર્ડ, ગોરવા જેવા વિસ્તારોમાં ગેસની દુર્ગધ ફેલાઈ હતી. જેના કારણે લોકો હેબતાઈ ગયા હતાં. 

Jan 24, 2019, 10:32 AM IST