વદોડરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો, 23 વ્યક્તિઓની અટકાયત

Updated By: Mar 29, 2018, 11:39 PM IST
 વદોડરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો, 23 વ્યક્તિઓની અટકાયત

વડોદરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું છે. અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.  ગણપતપુરા ગામ પાસે તપાસ વખતે કેટલાક અસામાજિક તત્વોએ પીએસઆઈ સહિતની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે. અસામાજિક તત્વોએ પોલીસની જીપના કાચ પણ તોડ્યા છે. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

આ હુમલા બાદ પોલીસે ગણપતપુરા ગામે કોમ્બિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડા પણ આ વિસ્તારમાં પહોંચી ગયા છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. આ વિસ્તારમાં હાલ 200 પોલીસજવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

આ ઘટના બાદ પોલીસે કોમ્બિંગ દરમિયાન મુખ્ય આરોપી મફત ઠાકોર સહિત 23 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક પિતા-પુત્રને ઈજા થઈ છે. આ ઘટનામાં કુલ 3 પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે.