હોલિકા દહનની રાતે વડોદરામાં તથ્યકાંડ જેવો બનાવ; કારની અડફેટે યુવતીનું મોત, કિશોરી સહિત 7ને ગંભીર ઈજા

હોલિકા દહનની રાતે વડોદરામાં તથ્યકાંડ જેવો બનાવ. કારેલીબાગમાં કારની અડફેટે મહિલાનું મોત, કિશોરી સહિત ૭ને ઈજા. અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકટોળાએ ઝડપી પાડી મેથીપાક ચખાડયાં બાદ પોલીસને સોંપ્યો 

 હોલિકા દહનની રાતે વડોદરામાં તથ્યકાંડ જેવો બનાવ; કારની અડફેટે યુવતીનું મોત, કિશોરી સહિત 7ને ગંભીર ઈજા

Vadodara News: હોલિકા દહનની રાતે વડોદરામાં અમદાવાદમાં બનેલા તથ્યકાંડ જેવો બનાવ બન્યો છે. આ હિન્ડ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે કિશોરી સહિત 7ને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકટોળાએ ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડયાં બાદ પોલીસને સોંપ્યો હતો.

આરોપી રક્ષિત મૂળ વારાણસીનો વતની
વડોદરામાં મોડી રાત્રે ખાનદાની નબીરાઓએ રફ્તારનો કેર વર્તાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે કાર ચાલક નબીરાએ એક ભયાનક અકસ્માત સર્જયો હતો. કાર ચાલકે એકસાથે ત્રણ ટુ વ્હીલર સવારોને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજા પહોચી છે, જ્યારે 1 યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ચાલક નબીરો રક્ષિત રવીશ ચોરસિયા નશો કરી ઓવરસ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ કાર રક્ષિતના મિત્ર મિત પ્રાંશુ ચૌહાણની છે. આરોપી રક્ષિત મૂળ વારાણસીનો વતની છે અને એમએસ યુનિ.માં લોનો અભ્યાસ કરી રહ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025

આરોપી રક્ષિત ચોરસિયાને બરોબરનો મેથીપાક ચખાડ્યો
આ ઘટના બાદ પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રક્ષિત રવીશ ચોરસિયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મિત ચૌહાણની શોધખોળ હાથ ધરી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં લોકોએ આરોપી રક્ષિત ચોરસિયાને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આરોપી નબીરો અકસ્માત કર્યા બાદ અફસોસ વ્યક્ત કરવાને બદલે બૂમો પાડતો રહ્યો. અનધર રાઉંડ, નિકિતા નિકિતા નામની બૂમો પાડી રહ્યો હતો. 

શું બની હતી સમગ્ર ઘટના?
કારેલીબાગ મંડરાવલી સોસાયટી ગાર રસ્તા પાસે ગુરૂવારે રાત્રે બે ટુ ગીલર તેમજ રાહદારીઓને કાર ચામકે આફેટમાં લેતા ટુ ચીલર પર જતા દંપતીમાં મહિલાનુ થટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ટુ વ્હીલર સવાર માતા, પુત્ર અને પુત્રી સહીત 7 જણાને ઇજા થતા તેમને સારવાર માટે રાજી ખસેડવામાં કરજમાં રહેતા માત્ર ડિપકમાઈ પટેલ (ઉ.૧૪૨) અને તેમની પત્ની હેમાળી (ઉ.વ.૪૦) ગુરવારે રાત્રે ટુ ચીલર પર કારેલીબાગ પાણીની ટાંકી ચંદ્રાવાલી ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. 

ઈજા ગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા
આ સમયેજ કારેલીખાગ દિપાવવી એકતા ફલેટ પાસે રહેતા નિતાબેન આશિીભાઈ શાહ 16.૯.૩૫) રેન્સી આશીષભાઈ શાહ (ઉ.૨.૧૦) અને જીમ્મી આશીપભાઈ શાહ (ઉં.વ.૧૫)નો ટુ વ્હીલર પર પસાર થતા હતા. આ સમયે પુરઝડપે વોકસ વેગન લઈને કાર ચાલક પુર ઝાપે પસાર થતો હતો. આ કાર ચાલકે બે ટુ વ્હીલરને અડફેટમાં લીધા હતા. જેમાં બન્ને ટુ વ્હીલર પર પસાર થતા પાંચેય જણા હવામાં ફંગોળાઈને પડ્યા હતા. પૂરવ દિપકભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી. જયારે વિશાબેન શાહ રેન્સી શાહ અને જીમ્મી શાહને ઇજા થઈ હતી. ઈજા ગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવા હતા. ઘટના સ્થળે લોકનું ટોળુ ઉમટી પડયુ હતુ. લોકોમાં કાર ચાલક પર ખુબજ આક્રોશ હતો. ઉશ્કેરાયેશ ટોળાએ કાર ચાલકને ઝડપી પાડીને મેથીપાક ચખાડયો હતો. 

ભાજપે આજનો ધુળેટીના ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો
ઘટનાને પગલે સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી પણ દોડી આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપે આજનો ધુળેટીના ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ અંગે ડીસીપી ઝોન-૪ પત્રા મોમાવાએ જણાવ્યુ હતુ કે, અકસ્માત કરનાર કાર ચાલક રક્ષિત રવિંશ ચૌરસિયાની પોલીસે અટકાયત કરી લીધી હતી. 

મિત્ર મિત પ્રાંશુ ચૌહાશની પોલીસે શોધખોળ શરૂ કરી
જયારે કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલો તેનો મિત્ર મિત પ્રાંશુ ચૌહાશની પોલીસે શોધખોળ શરૂ કરી છે. છે. આ ગાડી પણ મિતની હોવાનું પોલીસ અધિકારીનું કહેવુ છે. રક્ષિત એમ.એસ. યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીનો વિદ્યાર્થી છે. અકસ્માતમાં સાત જણાને ઈજા થઈ હોવાનું જણવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news