VADODARA: મંત્રીનું વિવાદિત નિવેદન, જેણે રસી મુકાવી હોય તેને જ મફતમાં અનાજ મળવું જોઇએ

સહિત સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું કે, જેને રસી મુકાવી હોય તેને જ મફત અનાજ મળવું જોઇએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરશે. 
VADODARA: મંત્રીનું વિવાદિત નિવેદન, જેણે રસી મુકાવી હોય તેને જ મફતમાં અનાજ મળવું જોઇએ

વડોદરા : સહિત સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું કે, જેને રસી મુકાવી હોય તેને જ મફત અનાજ મળવું જોઇએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરશે. 

સમગ્ર રાજ્યમાં સરકાર અને તબીબોની મહેનતને કારણે કોરોનાના બીજા ઘાતક વેવમાંથી બહાર આવવામાં સફળતા મળી છે. હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી ચુક્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિનમાં વધારેમાં વધારો લોકો મુકાવે તે માટે સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાની કોવેક્સિન રસીનો જથ્થો પ્રાપ્ત નથી થઇ રહ્યો. 

જેના કારણે કોવેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ કોવેક્સિનનો બીજો જથ્થો અટવાયેલો છે ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં કોવિડ 19 રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેની સમક્ષ રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news