વડોદરા: સયાજી હોસ્પિટલના ડોક્ટરને પણ કોરોના વાયરસની અસર

વડોદરાથી મોટા સમાચાર આવ્યાં છે. જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર પણ કોરોના વાયરસના ભરડામાં આવી ગયાં. સયાજી હોસ્પિટલના તબીબને કોરોના વાયરસની અસર થઈ છે.

Updated By: Mar 23, 2020, 02:55 PM IST
વડોદરા: સયાજી હોસ્પિટલના ડોક્ટરને પણ કોરોના વાયરસની અસર

રવિ અગ્રવાલ, હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરાથી મોટા સમાચાર આવ્યાં છે. જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર પણ કોરોના વાયરસના ભરડામાં આવી ગયાં. સયાજી હોસ્પિટલના તબીબને કોરોના વાયરસની અસર થઈ છે. આ ડોક્ટર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કાર્યરત હતાં. ડોક્ટરને પણ હાલ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 6 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. રાજ્ય સરકારે હવે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધાને મંજૂરી આપી દીધી છે. 

ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે આજે જણાવ્યું કે રાજ્યમાં 6 પોઝિટિવ કેસ ધ્યાનમાં આવ્યાં છે. રાજ્ય સરકારે વડોદરામાં લેબ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. હવેથી વડોદરામાં જ કોરોના ટેસ્ટ થશે. અત્યાર સુધી અમદાવાદ સેમ્પલ મોકલાતા હતાં. આજથી વડોદરા જિલ્લામાં કલમ 144 પણ લાગુ છે. ગામડાઓમાં પણ તમામ દુકાનો બંધ રહેશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે. આગામી 8-10 દિવસ ખુબ મહત્વના છે. લોકોને તેમણે ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. 

જુઓ LIVE TV

આ બાજુ સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રભારી સચિવ ડો. વિનોદ રાવે કહ્યું કે અભૂતપૂર્વ સ્થિતિ છે. દેશે સહયોગ આપવાની જરૂર છે. બંધ હોસ્પિટલોને પણ ઉપયોગમાં લેવાશે. લોકડાઉનમાં લોકોએ ઘરમાં રહેવું ફરજિયાત છે. એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ નહીં તો કાર્યવાહી કરાશે. બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકો પણ ઘરની બહાર ન નીકળે. લોકો જરાય ઓવર કોન્ફિડન્સમાં ન રહે. કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું કે વડોદરા જિલ્લામાં 850 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube