Vadodara Rape : આરોપીને તડપાવીને તાત્કાલિક જાહેરમાં આપો ફાંસી, પીડિતાની માતાનો આક્રોશ

વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. 

Vadodara Rape : આરોપીને તડપાવીને તાત્કાલિક જાહેરમાં આપો ફાંસી, પીડિતાની માતાનો આક્રોશ

ચિરાગ જોશી, વડોદરા : વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. આ સમાચાર મળતા જ સગીરના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પીડિતાની માતાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે દુષ્કર્મના આરોપીઓને ઝડપથી ઝડપી લેવા બદલ પોલીસની કામગીરી સરાહનીય છે અને હું ઇચ્છું છું કે આ આરોપીઓને શક્ય એટલી ઝડપથી ફાંસી આપવામાં આવે. 

પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો 21 વર્ષનો જશો અને આણંદનો 28 વર્ષનો કિશન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. લેટેસ્ટ માહિતી પ્રમાણે આ બે શકમંદોના નામ જશો દેવીપૂજક અને કિશન દેવીપૂજક હોવાની માહિતી મળી છે. આ આરોપીઓ પાસેથી સગીરાના મિત્રના એક્ટિવાની ચાવી મળી આવી છે. આ સિવાય ઘટના દરમિયાન તેેેેેમના ફોન પર આવેલા 8 સેકન્ડના કોલ તેમજ ટ્રુ કોલરના ફોટાના કારણે તરત પોલીસના સકંજામાં આવી ગયા હતા.

આ ઘટના વિશે માહિતી આપતા સ્પેશિયલ CP અજય તોમરે માહિતી આપી છે કે ''28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાના ઉકેલ માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સાથે મળીને કામ કર્યું છે. આ તપાસ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફુટેજ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને તમામ રિસોર્સ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા છે. તેમની તપાસ દરમિયાન બીજા ગુનાની પણ માહિતી મળી શકે છે. આ બંને આરોપીઓને વડોદરા પોલીસને સોંપવામાં આવશે. હવે આ મામલાની આગળની તપાસ વડોદરા પોલીસ કરશે.''

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news