વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ના રહસ્ય પરથી પડદો હટ્યો, પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ છે?

Vadodara Hit And Run : વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિતને ફરી કોર્ટમાં રજૂ કરાશે... બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે કોર્ટમાં રજૂ કરાશે... રક્ષિત પોલીસ તપાસમાં નથી આપી રહ્યો સહયોગ... અકસ્માત બાદ રક્ષિતે પાડેલી બૂમો પર હજુ કોઈ જવાબ નહીં 

વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ના રહસ્ય પરથી પડદો હટ્યો, પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ છે?

Vadodara Raxitkand : વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડ હવે નેશનલ સ્તરે ચમકી રહ્યો છે. બોલિવુડ હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે આરોપી રક્ષિત હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આજે રક્ષિતના બે દિવસમાં રિમાન્ડ પૂરા થશે. પરંતું જાણવા મળ્યું કે, પોલીસ તપાસમાં આરોપી રક્ષિત સહકાર નથી આપી રહ્યો. આરોપી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. જોકે, રક્ષિત ચૌરસિયાના અનધર રાઉન્ડનું રહસ્ય ખૂલી ગયુ છે, પરંતુ નિકિતા કોણ છે તે રહસ્ય પરથી હજી પડદો ઉંચકાયો નથી. 

નિકિતા કોણ છે 
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. રક્ષિતે અકસ્માત બાદ 'અનધર રાઉન્ડ' અને નિકિતા શબ્દનો બૂમો પાડી હતી. ત્યારે 'અનધર રાઉન્ડ' નું રહસ્ય ખૂલી ગયું છે, પરંતું નિકિતાના નામ પર હજુ રહસ્ય અકબંધ છે. નિકિતા રક્ષિતની કોણ લાગે છે તે હજી જાણવા મળ્યું નથી. 

અનધર રાઉન્ડ શું છે....
પોલીસે રક્ષિત ચૌરસિયાના ઘરની તપાસ કરી હતી. જેમાં Another Round લખેલી એક ફ્રેમ મળી આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે Another Round ડેનિશ ભાષાની એક જાણીતી ફિલ્મ છે, જે 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો પ્રધાન વિષય છે - ચાર મિત્રો, જે એક વૈજ્ઞાનિક પ્રયોગના આધારે નશાનું સ્તર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મના મુખ્ય પાત્રો માનતા હોય છે કે શરીરમાં નાનકડું આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસ વધુ આત્મવિશ્વાસી અને સર્જનાત્મક બની શકે. આ સિદ્ધાંત માનસશાસ્ત્રી ફિન સ્કોર્ડેસડના અભ્યાસ પર આધારિત છે, જે જણાવે છે કે 0.05% બ્લડ આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસની કાર્યક્ષમતા વધે છે. પોલીસ તપાસ દરમિયાન એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રક્ષિત ચૌરસિયા આ ફિલ્મથી પ્રભાવિત હતો. તેના મકાનમાં 'Another Round' નામની ફોટોફ્રેમનો અસ્તિત્વ એ દર્શાવ છે કે તે આ વિચારધારા સાથે સંકળાયેલો હતો. 

જોકે, સમગ્ર કેસમાં અકસ્માત સર્જ્યા બાદ ગાડીમાંથી ઉતરીને રક્ષિતે નશાની હાલતમાં Another Round' શબ્દો કેમ બોલ્યો તે વિષય પર તપાસ ચાલુ છે. અકસ્માત અને અનધર રાઉન્ડ વચ્ચે શું સંબંધ છે તે પોલીસ શોધી રહી છે. 

શું છે રક્ષિતકાંડ
ગુજરાતના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં 13 તારીખે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલકે ત્રણ ટુ વ્હિલરને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ સહિત 7 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલક ભાગવાની કોશિશ કરતો હતો. જોકે ઘટનાસ્થળ પર હાજર લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો. કારચાલકનું નામ રક્ષિત ચૌરસિયા છે અને તે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news