)
Vadodara News : નવરાત્રિ પહેલા વડોદરા શહેરમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢમાં રાત્રે પથ્થરમારો કરાયો હતો. ટોળાએ જૂનીગઢમાં ઘૂસી વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હતી. આ ટોળાએ નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કરાયો છે. સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢીમાં રાત્રે ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોના ટોળાએ જૂનીગઢીમાં ઘૂસી વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, AIના માધ્યમથી મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ કરતાં એક જૂથના લોકો રોષે ભરાયા હતા. યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મૂકતાં માથાકૂટ થઈ હતી. જેના બાદ ગુસ્સે થયેલા ટોળાએ તોડફોડ કરી હતી.
અસામાજિક તત્વોનું ટોળું લોકોના ઘરમાં ઘૂસી ગયું હતુ. નાસભાગમાં લોકો પોતાના જીવને બચાવવા પગરખાં છોડીને ભાગ્યા હતા. આ ટોળાએ નવરાત્રી પંડાલને પણ નુકશાન પહોચાડ્યું હતું.
ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો હતો. તો બીજી બાજુ, લોકોને રસ્તો ક્લિયર કરવવા પોલીસને ધર્મગુરુઓની મદદ લેવી પડી, અને પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું. હાલ વડોદરા પોલીસે વિવાદિત પોસ્ટ મૂકનાર યુવક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.