નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેક્સ...સેક્સ...સેક્સ..

કોરોના અને ક્વોરેન્ટાઈનના કિસ્સા જ કંઈક અલગ છે. ક્વોરેન્ટાઈનમાં રહેતા અનેક લોકોના પરિવારમાં વિવાદો થતા રહે છે. અનેક લોકોની જુદી જુદી સમસ્યાઓ છે. ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરિયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. 

Updated By: Apr 10, 2021, 08:05 AM IST
નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેક્સ...સેક્સ...સેક્સ..

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના અને ક્વોરેન્ટાઈનના કિસ્સા જ કંઈક અલગ છે. ક્વોરેન્ટાઈનમાં રહેતા અનેક લોકોના પરિવારમાં વિવાદો થતા રહે છે. અનેક લોકોની જુદી જુદી સમસ્યાઓ છે. ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરિયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. 

પરિણીતાએ અભયમને ફોન કર્યો હતો. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી હતી.  ત્યારે 181 અભયમની ટીમે ફરિયાદી પત્નીએ કહ્યું હતું કે, મારી ઉંમર 27 વર્ષ છે. હાલ હું કોરોનાગ્રસ્ત છું. તેથી હું ઘરના એક રૂમમાં અલગથી રહુ છું. પરંતુ મારા પતિ મને ક્વોરેન્ટાઈનમાં સતત શારીરિક સંબંધો બાંધવા કહે છે. મેં તેમને કોરોનાગ્રસ્ત હોવાનું કહ્યું તેઓ ઉશ્કેરાયા હતા, અને મને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. 

DIG મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા, 12 દિવસમાં જ તોડ્યો દમ   

27 વર્ષીય પરિણીતાની ફરિયાદ પર અભયમની ટીમે પતિનુ કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં તેણે પણ પોતાની ભૂલ કબૂલી હતી. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ ક્વોરન્ટાઇન થયેલા છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય તેવી કાળજી લેવી જોઇએ. પતિને તેની ભુલ સમજાઇ હતી અને હવે આવી ભુલ નહી કરે તેવી ખાતરી આપી હતી જેથી મહિલાને પણ રાહત થઇ હતી.

સૂર્યનો તડકો અને કોરોના વાયરસ સાથે શું છે સંબંધ, થયો ચોંકાવનારો સરવે