કાચાપોચાનું હૃદય બેસી જાય તેવું ક્રાઈમ, પત્નીનું ગળુ કાપીને મસ્તક લઈને આખા શહેરમાં ફર્યો પતિ 

વલસાડ જિલ્લાના વાપીમાં એક એવી ચકચારી ઘટના બની છે, જેને સાંભળીને કાચાપોચા હૃદયના માનવીનું હૃદય પણ બેસી જાય. આ બનાવ વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં આડા સંબંધના વહેમમાં પતિએ પોતાની જ પત્નીની ગળું કાપી અને પોતાના ઘરના આસપાસના વિસ્તારમાં પત્નીના મસ્તક સાથે ફર્યો હતો. ત્યાર બાદ ધડથી અલગ કરેલા પત્નીના મસ્તકને ગટરમાં ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો.

Updated By: Sep 19, 2021, 03:25 PM IST
કાચાપોચાનું હૃદય બેસી જાય તેવું ક્રાઈમ, પત્નીનું ગળુ કાપીને મસ્તક લઈને આખા શહેરમાં ફર્યો પતિ 

નિલેશ જોશી/વાપી :વલસાડ જિલ્લાના વાપીમાં એક એવી ચકચારી ઘટના બની છે, જેને સાંભળીને કાચાપોચા હૃદયના માનવીનું હૃદય પણ બેસી જાય. આ બનાવ વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં આડા સંબંધના વહેમમાં પતિએ પોતાની જ પત્નીની ગળું કાપી અને પોતાના ઘરના આસપાસના વિસ્તારમાં પત્નીના મસ્તક સાથે ફર્યો હતો. ત્યાર બાદ ધડથી અલગ કરેલા પત્નીના મસ્તકને ગટરમાં ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો.

શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જોકે વાપી પોલીસે ગણતરીની સમયમાં જ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. ચકચારી ઘટનાની વિગતે વાત કરીએ તો, વાપીના ડુંગરી ફળિયાના મચ્છી માર્કેટ નજીક લક્ષ્મીકાંત વિશ્વકર્મા નામનો એક પતિ સાધના દેવી નામની તેની પત્ની સાથે રહેતો હતો. આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા વાપીની એક કંપનીમાં કામદાર તરીકે કામ કરતો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે પત્નીના અન્ય યુવક સાથેના આડાસંબંધ મામલે બંને વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. જોકે એવા સમયે રોષમાં આવેલા પતિએ પોતાની પત્નીના આડાસંબંધના વહેમમાં તેનું છરી વડે ક્રૂરતાપૂર્વક ગળું કાપી અને ધડથી અલગ કરી દીધું હતું. 

આ પણ વાંચો : પત્ની અને પ્રેમીનો ભાંડો ફુટતાં મામા-ફોઈના ભાઈઓ એકબીજાના જીવના દુશ્મનો બન્યા, થયું મોતનું તાંડવ

પત્નીની હત્યા કર્યા બાદ હેવાન પતિની હેવાનિયત આટલેથી જ અટકી ન હતી. પરંતુ પત્નીના મસ્તકને ધડથી અલગ કર્યા બાદ પણ લક્ષ્મીકાંત વિશ્વકર્મા પત્નીનું મસ્તક હાથમાં લઇ અને તેના ઘરની આસપાસના વિસ્તારના થોડા સમય સુધી ફર્યો હતો. મોડી રાત્રે પોતાની પત્નીના મસ્તક સાથે સમગ્ર વિસ્તારમાં ફરી રહેલા આરોપીને જોઈ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જોકે આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા જે ચાલીમાં રહેતો હતો તેના ચાલી કે આ દ્રશ્ય જોતાં તેણે તાત્કાલિક વાપીની ડુંગરા પોલીસને જાણ કરી હતી. આથી ડુંગરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. 

જોકે એ પહેલાં આ ક્રૂર પતિએ પત્નીનું ધડથી અલગ કરેલું મસ્તક નજીકની એક ગટરમાં ફેંકી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી અને હત્યારા પતિની ધરપકડ માટે દોડધામ કરી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસની મહેનત રંગ લાવી અને પત્નીનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેનો મસ્તકને ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દેનાર પતિને દબોચી લીધો હતો અને તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોતાની પત્નીના આડાસંબંધના વહેમમાં તેનું ગળું કાપી મસ્તક ધડથી અલગ કરી અને ગટરમાં ફેંકી દેવાની આ ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે અત્યારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.