વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ, જાણો શું છે ભાવ

ચાલુ વર્ષે કેરીની સિઝન ખુલતાની સાથે મુસ્લિમ (Muslim) બિરદારોનો રમઝાન માસ સાથે ચાલી રહ્યો હોવાથી લંડન, ગલ્ફ અને યુકે સહિતના દેશોમાં વલસાડી હાફૂસ (Valsad Hapus) , વલસાડી કેસર (Valsad Kesar) અને રાજપુરી કેરીની ભારે ડિમાન્ડ જોવા મળતા જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. 

Updated By: May 9, 2021, 06:08 PM IST
વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ, જાણો શું છે ભાવ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં કેરી માર્કેટોમાં કેરીની આવક શરૂ થઈ વલસાડી હાફૂસ (Hapus) અને કેસર (Kesar) ની ડિમાન્ડ વધુ વધુ જોવા મળી રહી છે. વલસાડના કેરી માર્કેટમાં કેરીની આવક થતી જોવા મળે છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકડાઉન (Lockdown) ના કારણે અન્ય રાજ્યમાં એક્સપોર્ટ થતી કેરીઓ પર ગ્રહણ લાગી શકે છે.

કોરોના (Coronavirus) કહેર વચ્ચે વલસાડ જિલ્લાના કેરી માર્કેટોમાં કેરીનો પ્રથમ ફાલની આવક શરૂ થઈ ચૂકયો છે. ચાલુ વર્ષે કેરીની સિઝન ખુલતાની સાથે મુસ્લિમ (Muslim) બિરદારોનો રમઝાન માસ સાથે ચાલી રહ્યો હોવાથી લંડન, ગલ્ફ અને યુકે સહિતના દેશોમાં વલસાડી હાફૂસ (Valsad Hapus) , વલસાડી કેસર (Valsad Kesar) અને રાજપુરી કેરીની ભારે ડિમાન્ડ જોવા મળતા જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. 

ચોંકાવનારો ખુલાસો: લગ્ન પહેલા મંગેતરે શારીરિક સંબંધ બાંધવા ન દેતા કરી ઘાતકી હત્યા

મહારાષ્ટ્ર (Maharashtra) ની રત્નગીરી કેરી ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કોવિડની અસરને લઈને તેની ડિમાન્ડ ઘણી ઘટી છે. જ્યારે વલસાડી હાફૂસ કેરી (Hapus Mango) ની વિદેશમાં ડિમાન્ડ વધી રહી છે. ડિમાન્ડ સામે પાક હજુ તૈયાર થઈ રહ્યો હોવાથી બજારમાં પહોંચી વળવું ખૂબ અઘરૂં દેખાઈ રહ્યું છે. દર વર્ષે વિદેશમાં એક્સપોર્ટ થતી કેરી સામે ચાલુ વર્ષે ડબલ ભાવથી વલસાડી કેરીનું માર્કેટ ખુલ્યું છે. સામે કેરીનો પાક પણ ઘણો ઓછો હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ ચાલુ વર્ષે મળી રહેશે. 

હાલ વલસાડી હાફૂસ (Hapus) રૂ.1100 થી 1200 વલસાડી કેસર રૂ.1200 અને રાજપુરી કેરી રૂ 1000થી વધુના ભાવે માર્કેટ ખુલ્યું છે. ચાલુ વર્ષે 3-4 ફાલમાં કેરી જોવા મળી રહી હોવાથી કેરી (Mango) ના પાક ઉપર નભતા ખેડૂતોને ઊંચા ભાવ સિઝન દરમિયાન મળી રહેશે. ચાલુ વર્ષે લોકલ માર્કેટમાં પણ કેરીનું બજાર ખુબજ ઊંચું હાલ દેખાઈ રહ્યું છે. 

તો આગામી દિવસોમાં વલસાડી હાફૂસનો 1500 થી 1700 સુધી જઈ શકે એવી આશા ખેડુતો કરી રહયા છે. મહારાષ્ટ્ર,રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં લાગેલા લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં કેરીનું એક્સપોર્ટ ઓછું જોવા મળશે. સાથે અન્ય રાજ્યના લોક માર્કેટમાં વલસાડી હાફૂસ ઓછી જોવા મળશે એવું વેપારીઓ જણાવી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube