Wankaner Gujarat Chutani Result 2022: વાંકાનેર બેઠક ભાજપે કબજે કરી, જિતેન્દ્ર સોમાણી ભારે લીડથી જીત્યા

Vankaner Gujarat Chunav Result 2022: વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. પરંતુ આ વખતે ભાજપે તે કબજે કરી લીધી. જિતેન્દ્ર સોમાણીએ મહમ્મદજાવેદ પીરઝાદાને 19955 મતથી હરાવ્યા. 

Wankaner Gujarat Chutani Result 2022: વાંકાનેર બેઠક ભાજપે કબજે કરી, જિતેન્દ્ર સોમાણી ભારે લીડથી જીત્યા

મોરબીઃ Vankaner Gujarat Chutani Result 2022: વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. પરંતુ આ વખતે ભાજપે તે કબજે કરી લીધી. જિતેન્દ્ર સોમાણીએ મહમ્મદજાવેદ પીરઝાદાને 19955 મતથી હરાવ્યા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા.

વાંકાનેર વિધાનસભા બેઠકઃ
વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,44,608 મતદારો છે, જેમાંથી 1,16,875 મહિલા ઉમેદવાર છે અને 1,27,733 પુરુષ ઉમેદવાર છે. આ બેઠક પર લઘુમતી અને કોળી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મતવિસ્તારમાં લઘુમતી સમાજના 21.63 ટકા મતદાર, તળપદા કોળી સમાજના 14.88 ટકા મતદાર, ચુંવાળીયા કોળી સમાજના 11.49 ટકા મતદાર, લેઉઆ પટેલના 10.10 ટકા મતદાર, માલધારી સમાજના 8.11 ટકા મતદારો છે. વાંકાનેરમાં 27 ટકા મુસ્લિમ મતદારો છે અને કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાને હિન્દુ મતદારોનું સમર્થન પણ છે. વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી. ત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર કોંગ્રેસને હરાવી શકે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.

2022ની ચૂંટણીઃ
પક્ષ    ઉમેદવાર
ભાજપ    જિતેન્દ્ર સોમાણી
કોંગ્રેસ     મહમદ પિરઝાદા
આપ    વિક્રમ સોરાણી

2017ની ચૂંટણીઃ
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીલ્લાની તમામ ૪ વિધાનસભા સીટ પર મોરબી જિલ્લાના મતદારોએ ભાજપનો સફાયો કર્યો હતો અને ભાજપ પાસેથી તમામ બેઠક છીનવી નોંધપાત્ર બહુમતી સાથે કોંગ્રેસને આપી હતી. વર્ષ 2019માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

2012ની ચૂંટણી:
વર્ષ 2007, 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને કારમી હાર મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર મહમદ પિરઝાદાના પિતા અબ્દુલ પીરઝાદા અને તેમના બે ભાઈ મંજૂર પીરઝાદા અને ખુર્શીદ પીરઝાદાએ પણ વાંકાનેરના પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news