'લોકોને જે વાતો કરવી હોય એ કરે પણ દરેક કલાકારોનું સન્માન હોય છે, અને એ જ રીતે સન્માન કરાયું'
વિધાનસભામાં ઠાકોર કલાકારોને ન બોલાવવા બાબતે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આપી પ્રતિક્રિયા. કોઈ કલાકરોને ન બોલાવવા એવું ન હોય પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા. વિધાનસભા સત્રની પ્રક્રિયા નિહાળવા કલાકારો આવ્યા અને તેમનું માન સન્માન સચવાય તે માટે અધ્યક્ષ સાહેબે તેમનું સન્માન કર્યું હતું.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મામલે ઉભા થયેલ વિવાદ બાદ બનાસકાંઠાના સંસદ ગેંનીબેન ઠાકોરે ટ્વીટ કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. જોકે હવે બનાસકાંઠાના વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગેનીબેનના આક્ષેપને ફગાવીને સરકાર કોઈપણ સાથે ભેદભાવ રાખતી ન હોવાનું કહ્યું હતું.
વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવીને અભિવાદન કર્યા બાદ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કર્યા બાદ બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવ્યા પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું. વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મને ન બોલાવ્યો એનું દુઃખ નથી પણ ઠાકોર સમાજના એકપણ કલાકારને ન બોલાવ્યો એનું દુઃખ છે. હું માનું છું કે નિર્ણય લેવા વાળાની ,બોલાવવા વાળાની કે આમંત્રણ આપવાવાળાની સૌના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ઓછો દેખાયો છે. સમદ્રષ્ટિ ઓછી દેખાઈ છે. લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના અને પ્રેમ કોઈ સમાજ માટે ઓછો દેખાયો છે તેવું મને લાગે છે.
તો બીજી તરફ વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે કોઈ કલાકરોને ન બોલાવવા એવું ન હોય પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા. વિધાનસભા સત્રની પ્રક્રિયા નિહાળવા કલાકારો આવ્યા અને તેમનું માન સન્માન સચવાય તે માટે અધ્યક્ષ સાહેબે તેમનું સન્માન કર્યું હતું.
લોકોને જે વાતો કરવી હોય એ કરે પણ દરેક કલાકારોનું સન્માન હોય છે અને એજ રીતે એમનું સન્માન કરાયું હતું..દરેક કલાકારો સમાન હોય છે કલાકાર ની કોઈ જાતિ હોતી નથી..ગેનીબેન શુ કહ્યું તે મેં સાંભળ્યું નથી જેને જે કહેવું હોય એ કહી શકે પણ અમારી પાર્ટી કોઈ કલાકારનું અપમાન કર્યું હોત તેવું કશુંજ નથી આવનારા સમયમાં એમને પણ આમંત્રણ પણ આપવામાં આવશે અને દરેક આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે