)
Ahmdabad News: મોંઘવારીની અસર હવે દરેક અમદાવાદના રસોડા સુધી પહોંચી ગઈ છે. શાકભાજીના ઊંચા ભાવને કારણે ગૃહિણીઓ માટે રસોઈ કરવી મુશ્કેલ બની ગઈ છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ સામાન્ય જનતાને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે.
સામાન્ય લોકો પર અસર
ખાસ કરીને કોથમીર અને મેથીના ભાવમાં થયેલો વધારો સૌથી વધુ છે. જે કોથમીર સામાન્ય દિવસોમાં 80 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે 250 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. મેથીનો ભાવ પણ 80 થી વધીને 200 થયો છે, જે દર્શાવે છે કે લીલી શાકભાજી સામાન્ય માણસની થાળીમાંથી દૂર થઈ રહી છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. મધ્યમવર્ગીય પરિવારોએ હવે શાકભાજીની ખરીદીમાં કાપ મૂકવો પડ્યો છે. જ્યાં એક કિલો શાકભાજીની ખરીદી થતી હતી, ત્યાં હવે અડધો કિલો કે માત્ર પાવ (250 ગ્રામ) શાકભાજીની ખરીદી થઈ રહી છે.
ભાવ વધારાના ચોંકાવનારા આંકડા
સ્થાનિક બજારોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, શાકભાજીના ભાવમાં થયેલો વધારો ખરેખર ચોંકાવનારો છે. લીલી શાકભાજીના ભાવમાં તો ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજી અગાઉનો ભાવ (પ્રતિ કિલો) વર્તમાન ભાવ (પ્રતિ કિલો)
ઉલ્લેખનીય છે કે શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, માર્કેટ યાર્ડમાં નવા પાકની આવક ઘટી છે અને ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચ પણ વધ્યો છે, જેના કારણે છૂટક બજારમાં ભાવ વધારો અનિવાર્ય બન્યો છે. જોકે, જ્યાં સુધી બજારમાં શાકભાજીની આવક સામાન્ય નહીં થાય, ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.