વેજલપુર પોલીસે ત્રણ સગીર સાયકલ ચોરની ધરપકડ કરી 28 સાયકલ કબ્જે કરી
- ત્રણ સગીર મિત્રો પોલીસ ગિરફતમાં, 28 ચોરીની સાયકલ કબ્જે કરાઈ
- એક સગીરાના પિતા ને અન્ય પોલીસે ચોરીના ગુનામાં પકડ્યો હતો
- લોકડાઉનમાં શાળા બન્ધ થતા ત્રણ મિત્રો ચઢયા ચોરીના રવાડે
ઉદય રંજન/અમદાવાદ: શહેરની વેજલપુર પોલીસે એવા ત્રણ મિત્રોની ધરપકડ કરી કે જે હજુ તો સ્કૂલમાં ભણે છે, પરંતુ હાલ લોકડાઉન હોવાથી શાળા બંધ હોવાને પગલે ચોરીના રવાડે ચડી ગયા હતા. ચોરી અન્ય કોઈ વસ્તુની નહીં પરંતુ માત્ર સાઈકલની કરતા હતા. પોલીસે આ ત્રણેય સગીર મિત્રોની ધરપકડ કરી તેઓની પાસેથી 28 સાયકલ કબજે કરી છે. ઉપરોક્ત તસ્વીરમાં જે સાયકલ જોવા મળે છે તે કોઈ સાયકલના શોરૂમમાં મૂકી હોય તેવું નથી. આ દ્રશ્યો છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના. વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક સગીર મિત્રો જુહાપુરા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરી રહ્યા છે. જેને લઇને પોલીસે તપાસ કરી અને પોલીસના હાથ ત્રણ સગીર મિત્રો લાગ્યા. પોલીસે એક બાદ એક સાયકલ કબજે કરી અને કુલ ૨૮ ચોરીની સાયકલ કબ્જે કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયકલ ચોરી કરી મજૂર વર્ગના લોકોને આ સાયકલો વેચી દેતા હતા. છથી સાત હજારની કિંમતની આ સાઈકલ આરોપીઓ200થી 500 રૂપિયામાં વેચી દેતા હતા. માત્ર મોજશોખ માટે જ આ સાયકલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
સુરત: લાખોની ચોરીના કેસ ટલ્લાવતી પોલીસે 150 રૂપિયાનું પોતુ ચોરી થવાના કેસને કલાકોમાં ઉકેલ્યો
તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ તમામ સગીર આરોપીઓ શાળામાં અભ્યાસ કરે છે પરંતુ લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાથી ત્રણેય મિત્રો ચોરીના રવાડે ચડયા હતા.લોક વગરની સાઈકલ હોય તે જ માત્ર ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી આ તમામ સગીરો ધરાવે છે. આટલું જ નહીં પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ ત્રણમાંથી એક સગીરના પિતાની ચોરીના મોબાઈલ સાથે ઝોન 2 સ્ક્વોડે ધરપકડ કરી હતી. જેની તપાસમાં આ સાયકલ ચોરીનું રેકેટ વેજલપુર પોલીસના હાથ લાગ્યું. જો કે જે સગીરના પિતાની ધરપકડ કરાઈ છે, તેમની પૂછપરછમાંએ પણ સામે આવ્યું છે કે, ચોરીનો ફોન માત્ર તેઓ રાખતા હતા પરંતુ ચોરી તેમના પુત્રએ કરી હતી.
લોકડાઉનમાં જે મળ્યું તેના પર ટીંગાઈને ઓરિસ્સા ગયેલા શ્રમિકો હવે સુરત પરત ફરશે
અત્યાર સુધીની તપાસમાં માત્ર 28 સાયકલ ચોરી હોવાનો જ સામે આવી છે. જો કે વધુ સાયકલોની ચોરી કરી છે કે કેમ તે બાબતોને પણ વેજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે એક પણ સાયકલ ચોરીની પોલીસ ફરિયાદ થઇ નથી. જેને લઇને વેજલપુર પોલીસ સાયકલોના માલિકને શોધવામાં લાગી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube