ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ

ઉપલેટા અને ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજના હેઠળના 11 ગામોના પીવાના પાણીની સમસ્યા 24 કલાકમાં ઉકેલી નાખી. આ ગામોને પીવાનું પાણી પૂરું પડતો વેણુ 2 ડેમને 24 કલાકમાં ઓવરફ્લો કરી દીધો હતો

Updated By: Jul 27, 2021, 06:51 PM IST
ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ

દિનેશ ચંદ્રવાડીયા/ ઉપલેટા: ઉપલેટા અને ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજના હેઠળના 11 ગામોના પીવાના પાણીની સમસ્યા 24 કલાકમાં ઉકેલી નાખી. આ ગામોને પીવાનું પાણી પૂરું પડતો વેણુ 2 ડેમને 24 કલાકમાં ઓવરફ્લો કરી દીધો હતો. ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજનાના 11 ગામોને પીવાનું પાણી પૂરું પડતા વેણુ 2 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

છેલ્લા 2 દિવસથી ડેમના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં પડેલ વરસાદના પગેલ ડેમમાં નવા નીરની આવક થઇ હતી. ડેમની ઉપર આવેલ ઉમિયા સાગર ડેમ અને ફુલઝર 1 ડેમ ઓવરફ્લો થયા હતા અને તેના દરવાજા ખોલતા તેનું પાણી પણ વેણુ 2 ડેમમાં આવતા ડેમ ઓવરફ્લો થયો હતો અને ડેમનું રુલ લેવલ જાળવવા માટે રાત્રીના 10 કલાકે વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:- જૂનાગઢમાં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, મગફળી- કપાસ સહીતના પાકોને મળ્યું જીવતદાન

ડેમ હેથળ આવતા 5 ગામોને એલર્ટ કરાયા હતા. વરસાદના વિરામ બાદ પણ ડેમમાં હજુ પાણીની ધીમી આવક ચાલુ છે અને ડેમનો 1 દરવાજો 3 ઇંચ જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે. રૂલ લેવલ જાળવવા ડેમમાં હાલ 10354 કયુસેક પાણી આવક સામે એટલીજ 10354 ક્યુસેકની જાવક થઇ રહી છે.

આ પણ વાંચો:- તહેવારો પહેલા આવ્યા માઠા સમાચાર, કપાસિયા-સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો

ડેમમાં 384 MCFT પાણીનો જથ્થો હતો અને નવા 225 MCFT પાણી ના જથ્થાનો વધારો થતા કુલ 609 MCFT પાણીના જથ્થા સાથે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીર આવતા 11 ગામો અને ઉપલેટા શહેર અને ભાયાવદર શહેરને 1 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube