વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું, ઠાકોર સમાજ હવે લડી લેવાના મૂડમાં, આપી મોટી ચેતવણી
Vickram Thakor Angry : કુડાસણના ખાનગી ફાર્મમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયુ હતું, જેમાં વિક્રમ ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.... આ સંમેલનમાં ઠાકોર સમાજની થતી અવગણના મુદ્દો સળગ્યો હતો
Trending Photos
Gujarati Actor Vikram Thakor Statement : ગુજરાત વિધાનસભામાં અમુક સમાજના કલાકારોને મુલાકાત માટે બોલાવામાં આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મુદ્દે ઠાકોર સમાજનું અપમાન કરાયા મુદ્દે રાજકારણ ગરમાયું છે. તો આખો ઠાકોર સમાજ વિક્રામ ઠાકોરના પડખે આવ્યો છે. ત્યારે આ માલમે વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું છે. વિધાનસભા ગૃહમાં ગુજરાતી ફિલ્મ એક્ટર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવાનો મામલે વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. કુડાસણના ખાનગી ફાર્મમાં સંમેલન યોજાયું હતું. જેમાં વિક્રમ ઠાકોર સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યાં. આ સમેલનમાં કોઈપણ રાજકીય વાત ન કરવાની શરતે તમામને સંબોધન કરવા જણાવાયું હતું.
સમાજ કહેશે તેમ નિર્ણય કરીશ - વિક્રમ ઠાકોર
તો વિક્રમ ઠાકોરે કહ્યું કે, આગળ શું કરવું તે નિર્ણય કરીશ. કેમ એટલો બહોળો સમાજ છે તમે કેવી રીતે બોલી ગયા. એટલા બધા સમાજના કલાકારો છે તો એ લોકો પણ ધ્યાનમાં ન આવ્યા. મોદી સાહેબને ખબર છે વિક્રમ ઠાકોર કોણ છે, પણ આ લોકોને નથી ખબર. વર્ષ 2007 માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેના પછી મારું કોઈ સન્માન થયું નથી. લોકો કહે છે મનુભાઈ કરતા હોય. શંકરભાઈ ચૌધરીએ વિધાનસભામાં બોલાવ્યા. સારી વાત છે. વાંધો મને એ છે ઘણા વર્ષોથી પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો તેમાં અવગણ કરી છે. મુખ્યમંત્રી સાહેબ સાથે તમારા બીજા કલાકારોનું સન્માન કરીશું. મેં કહ્યું કે, મારું સન્માન કરવાની જરૂર નથી. એ સ્ટેજ પર આવીને કહેવું જોઈએ. અલ્પેશ ઠાકોર હોય કે કોઈ પણ નેતા હોય તેમને આવવું જોઈએ. સરકારી કોઈ પણ કાર્યકમમાં ઠાકોર સમાજનું હોતું જ નથી. મને પણ ખબર નહતી એટલું મોટું થઈ જશે. કલાકારોની જ્ઞાતિ નથી હોતી તો ઠાકોર સમાજના કલાકારને પણ બોલાવો.
"અમને પાડવાની કોશિશ ન કરશો, અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો"- વિક્રમ ઠાકોર #Vikramthakor #Gujarat #ZEE24Kalak #Artist #Thakorcommunity pic.twitter.com/lJCtBuFMr0
— Zee 24 Kalak (@Zee24Kalak) March 17, 2025
વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું
વિક્રમ ઠાકોરે કહ્યું કે, મને ખાનગી એવોર્ડ તો નહોતા આપતા, હવે સરકાર પણ નથી આપતી. મને આશા હતી કે મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળશે, પણ સરકારે આપ્યો નહીં. સરકારની વચ્ચે જે બેઠેલા છે એમને કાઢો અથવા સુધારો. ફિલ્મ સારી હોય તો એની કદર થવી જ જોઈએ. ફક્ત મારી નહીં પણ તમામ ફિલ્મની વાત કરું છું. મને લાંબા સમયથી ઈગ્નોર કરવામાં આવી રહ્યો છે એનું કારણ મને ખબર છે. હું ટિકિટ લઈને ચૂંટણી લડવા નથી માંગતો એટલે મને અવગણવામાં આવી રહ્યો છે. સરકારમાં અમુક ગણાય ગાંઠ્યા લોકો કબ્જો જમાવીને બેઠા છે.
દારૂના ગીતો ગાનારાઓનું સરકાર સન્માન કરે છે
વિક્રમ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘પાંચ વાગે અને પગ મારે દુખે, ફ્રીઝમાં જે બિયર...’ જેવા ગીતો ગાનારાનું સરકાર સન્માન કરે છે. ગુજરાતમાં દારૂબંધી છે અને આવા ગીતો ગાનારાને સન્માન અપાય છે. સમાજને અવળે પાટે લઇ જાય એવા ગીતો નહીં ગાઉ એ નક્કી કરી રાખ્યું છે. અમને પાડવાની કોશિશ ન કરશો, અમને પાડનારા પડી ગયા છે. ફરી એકવાર સરકારને વિનંતી છે કે સરકારમાં ખોટા ઇરાદે ઘુસી ગયેલાને ટકોર કરો. નહીં તો આગળ જતા સમસ્યા થશે. રાજ્યમાં વિસ્તાર અને જિલ્લા મુજબ કલાકારોને ન્યાય મળવો જોઈએ. માર્યાદિત લોકોને જ દરેક જગ્યાએ લઇ જવા એ યોગ્ય નથી.
હવે લડી લેવાના મૂડમાં - પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર
આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કહ્યું કે, કાંકરિયા કાર્નિવલ હોય કે ગાંધીનગરમાં હોય કે સરકારની એકપણ ઈવેન્ટ હોય, ઠાકોર સમાજને આમંત્રણ નથી અપાતું.વિક્રમ ઠાકોરને સતત અવગણવામાં આવી રહ્યા છે. મૃતપાય થયેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેઓએ જીવંત કરી છે. આગામી સમયમાં વધુ રણનીતિ બનાવવામાં આવશે, આ એક પ્રથમ સંમેલન છે. આગળ જતા વધુ મોટું સંમેલન કરીશું, અમે હવે લડી લેવાના મૂડમાં છીએ.
તમામનું સન્માન થાય એ જરૂરી છે - તેજલ ઠાકોર
તો તેજલ ઠાકોરે કહ્યું કે, સમાજ એક થાય એ જરૂરી છે. મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. આપણે એક થઈશું તો આગામી મુખ્યમંત્રી આપણો બેઠો હશે. બોલિવુડના કલાકારો આપણા વિક્રમભાઈની નોંધ લેતા હોય તો વિધાનસભામાં બેઠેલા કેમ નોંધ નથી લેતા? તમામનું સન્માન થાય એ જરૂરી છે.
ગુજરાતમાં 31 ટકા છીએ, તાકાત બતાવીશું - રાજ શેખાવત
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે, આ જે ઘટના બની એ સ્વીકાર્ય નથી, ભવિષ્યમાં ન બને એ માટે આગળ વધવાનું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન છે. જેમે સન્માન મળ્યું એનો વાંધો નથી, પણ વિક્રમ ઠાકોરનું અપમાન સહન નહીં કરીએ. ક્ષત્રિય કરણી સેનાએ તમારી સાથે છે, જે કરવાની જરૂર હશે એ કરીશું. બોલો વિધાનસભા જવું હોય તો ત્યાં જઈએ. ગુજરાતમાં 31 ટકા છીએ, તાકત બતાવીશું
કલાકાર રોહિત ઠાકોરે કહ્યું કે, આ સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી પણ વિકાસ અને સન્માંનથી વંચિત રહી ગયેલા કલાકારો માટેની લડત છે. ક્ષત્રિય ઠાકોર સમાજને સતત અન્યાય થઇ રહ્યો છે. વિધાનસભામાં કેટલીય જ્ઞાતિઓના કલાકારો જોવા ન મળ્યા. વિધાનસભામાં બેઠેલા આ લોકો પોતાને સમજે છે શું ? છેલ્લા કેટલાક સમયથી નક્કી કરાયેલું છે કે કાંકરિયા કાર્નિવલ, રણ ઉત્સવ કે વાઈબ્રન્ટ નવરાત્રિ હોય. અગાઉથી નક્કી કરાયેલા માર્યાદિત કલાકરોને જ બોલાવવામાં આવે છે. ગુજરાત સરકાર એવોર્ડ આપે કે ન આપે, આગામી સમયમાં આપણે એવોર્ડ સમારંભ યોજી સૌ કલાકારોને બોલાવીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે