હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બીમારીના પગલે નિધન

જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની વયે નિધન થયું છે

Punita Vaidya Punita Vaidya | Updated: May 23, 2018, 01:02 PM IST
હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બીમારીના પગલે નિધન

અમદાવાદ : જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નામ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં આગળ પડતું છે. વિનોદ ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બીમારીના પગલે જ તેમનું અવસાન થયું છે. 

તેમનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના દિવસે ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. 

શ્રીદેવીને મારી નાખી દાઉદે : ભૂતપૂર્વ ACPએ આરોપ મૂકીને કર્યો ધડાકો

તેઓ 1996થી 1997 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. તેમના અવસાન પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

વિનોદ ભટ્ટનો સાહિત્ય રસ

હાસ્ય પુસ્તકો:
પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદ ભટ્ટની અ-રહસ્ય કથાઓ, વિનોદ ભટ્ટ (વિ)કૃત શાકુન્તલ, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, ઇદમ્ તૃતીયમ્, ઇદમ્ ચતુર્થમ્, સુનો ભાઇ સાધો, 'વિનોદ'ની નજરે, અને હવે ઇતિ-હાસ, આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, નરો વા કુંજરો વા, શેખાદમ... ગ્રેટાદમ..., અમદાવાદ એટલે અમદાવાદ, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી, વગેરે, વગેરે, વગેરે..., અથથી ઇતિ, પ્રસંગોપાત્ત, કારણ કે

ચરિત્ર:
નર્મદ, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન, ગ્રેટ શોમૅન જયોર્જ બર્નાર્ડ શૉ, ઍન્ટવ ચેખવ

સંપાદન:
શ્લીલ-અશ્લીલ, ગુજરાતી હાસ્યધારા, હાસ્યાયન, સારાં જહાં હમારા (શેખાદમ આબુવાલા), પ્રસન્ન ગઠરિયાં (ચંદ્રવદન મહેતા), શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ (જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઇ પટવા, મધુસૂદન પારેખ, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ)
હાસ્યમાધુરી (બંગાળી, મરાઠી, ઉર્દૂ, હિન્દી, વિદેશી)

હિન્દી:
દેખ કબીરા રોયા, સુના અનસુના, બૈતાલ છબ્બીસી, ભૂલચૂક લેની દેની, ચાર્લી ચૅપ્લિન

સિન્ધી:
નજર નજર જો ફેર

ગુજરાતના બીજા ખાસ ન્યૂઝ જાણવા કરો ક્લિક...