Viral Audio: મારે એક દિવસ માટે CM બનવું છે, Nayak ફિલ્મ જેવું કામ કરીશ, જાણો Dy.CM નીતિન પટેલે શું જવાબ આપ્યો?
કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે પદાધિકારીઓ પણ વિચારતા થઇ જતા હોય છે. ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક નાગરિક દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને પોતે 1 દિવસ માટે મુખ્યમંત્રી બનવા ઇચ્છતો હોવાની વાત કરી હતી. જેના કારણે થોડા સમય માટે નીતિન પટેલ અને આસપાસ હાજર અધિકારીઓ પણ હસી પડ્યાં હતા. જો કે નાગરિક દ્વારા રેફરન્સ સાથે અને તમામ તથ્યો સાથે આ માંગણી કરવામાં આવી હતી. જેથી આ માંગ અમલમાં પણ લાવવામાં આવે તો નાગરિકોમાં ઉત્સુકતા અને રાજકારણ પ્રત્યે વધતી ઉદાસિનતા હટાવી શકાય તેમ છે.
અમદાવાદ : કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે પદાધિકારીઓ પણ વિચારતા થઇ જતા હોય છે. ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક નાગરિક દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને પોતે 1 દિવસ માટે મુખ્યમંત્રી બનવા ઇચ્છતો હોવાની વાત કરી હતી. જેના કારણે થોડા સમય માટે નીતિન પટેલ અને આસપાસ હાજર અધિકારીઓ પણ હસી પડ્યાં હતા. જો કે નાગરિક દ્વારા રેફરન્સ સાથે અને તમામ તથ્યો સાથે આ માંગણી કરવામાં આવી હતી. જેથી આ માંગ અમલમાં પણ લાવવામાં આવે તો નાગરિકોમાં ઉત્સુકતા અને રાજકારણ પ્રત્યે વધતી ઉદાસિનતા હટાવી શકાય તેમ છે.
દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ધોલેરાના મીઠાપુર તાલુકાના હેબતપુર ગામથી લાલજીભાઇ નામના વ્યક્તિએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, ઉતરાખંડમાં સૃષ્ટી ગૌસ્વામી નામની એક મહિલાને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તો શું આવું ગુજરાતમાં ન થઇ શકે? તેમણે જણાવ્યું કે, હું એક દિવસ માટે મુખ્યમંત્રી બનવા ઇચ્છું છું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, બનો મને કોઇ વાંધો નથી.
Banaskantha : ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતા 3 ગંભીર, 1નું મોત
જો કે લાલજીભાઇએ જણાવ્યું કે, તેના માટે મુખ્યમંત્રીની મંજુરી જોઇએ. જો તમે વાત કરો અને મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી એમ કહે કે લાલજીભાઇને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો તો હું એક દિવસનો મુખ્યમંત્રી બની શકું તેમ છું. આ ઉપરાંત તેણે બાંહેધરી આપતા કહ્યું કે, હું નાયક ફિલ્મમાં દેખાડ્યું છે તેવું સારૂ કામ પણ કરી બતાવીશ. જેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, કામ કરવા માટે મુખ્યમંત્રી હોવું જરૂરી નથી આમનામ પણ કામ કરી શકાય છે. જો કે લાલજીભાઇએ જણાવ્યું કે, સત્તા હાથમાં હોય તો ફરક પડે. જેથી નીતિન પટેલે વાત ટુંકાવતા કહ્યું કે, મારી શુભેચ્છાઓ. જો કે લાલજીભાઇએ કહ્યું કે, તમે જરૂર થી મુખ્યમંત્રીના કાન સુધી મારી વાત પહોંચાડજો. જેનો જવાબ આપતા નીતિન ભાઇએ હસતા હસતા ફોન કટ કરી દીધો હતો.
Surat: મારામારીના આ દ્રશ્યો જોઇને થથરી જશો, શું ગુજરાતમાં મહિલાઓ આવું પણ કરી શકે?
જો કે હાલ આ ઓડિયો SOCIAL MEDIA માં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અલગ અલગ લોકો તેનો અલગ અલગ અર્થ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ઓડિયોને માત્ર મજાકનાં ઇરાદે લઇને મોજ કરીને ફોરવર્ડ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખુબ જ ઉત્તમ વિચાર છે. આનો અમલ થાય તો સારૂ છે. ઉતરાખંડમાં જ્યારે અમલ થયો તો અહીં કેમ ન થઇ શકે. આવી અનેક મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ HINA ના VIRAL થયેલા ઓડિયો બાદ હવે LALJI નો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube