લોકડાઉનમાં પણ રસ્તા વચ્ચે માણી દારૂની મહેફિલ માણીને છાકટા થયા ધોરાજીના યુવાનો

રાજકોટ જિલ્લામાં કોરોના વાઇરસને લઇને લોકડાઉન છે ત્યારે ધોરાજીમાં ત્રણ શખ્સોએ રસ્તા વચ્ચે દારૂની મહેફીલ માણી હતી અને પાછો ટીકટોક પર એનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને પોલીસને મજાક કરી હતી

 લોકડાઉનમાં પણ રસ્તા વચ્ચે માણી દારૂની મહેફિલ માણીને છાકટા થયા ધોરાજીના યુવાનો

રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોના વાઇરસને લઇને લોકડાઉન છે ત્યારે ધોરાજીમાં ત્રણ શખ્સોએ રસ્તા વચ્ચે દારૂની મહેફીલ માણી હતી અને પાછો ટીકટોક પર એનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને પોલીસને મજાક કરી હતી. વીડિયોમાં લખ્યું હતું કે, ઘરની ધોરાજી, ધારા 144.  વીડિયોમાં દારૂની બોટલો અને દારૂ ભરેલા ગ્લાસ પણ દેખાય છે. ધોરાજી પોલીસે સ્ટેશન પ્લોટ, રેલવે સ્ટેશન નજીકથી આ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સો વિરૂદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લોકડાઉનમાં લોકો નવરા બેઠા ગજબનાક કારનામા કરી નાખતા હોય છે. હાલમાં મોરબીનો આવો જ એક કિસ્સો પ્રકાશણાં આવ્યો છે જેમં વ્યક્તિએ લોકડાઉન દરમિયાન ડ્રોન વડે માવાની ડિલિવરી લીધી અને પછી એનો વીડિયો બનાવીને ટીકટોકમાં પણ મુક્યો. વ્યક્તિની ઓળખ જાહેર થયા પછી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હોવાનુ સામે આવ્યું છે. વધુમાં આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news