ચેતન પટેલ/સુરત : ભારતીય ક્રિકેટ કપ્તાન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને ગુજરાતના ધારદાર બોલરની શોધ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલી ગુજરાતી બોલરની શોધમાં લાગ્યા છે. આ ટીમમાં જોડાવા ઇચ્છતા ખેલાડીઓ માટે આજે 300થી વધુ ગુજરાતના યુવા બોલર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભેગા થયા હતા. અહીં તમામ બોલર્સ વચ્ચે પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી. તે પૈકી ટોપનાં બોલર્સની પસંદગી કરવામાં આવશે અને તેમાંથી એક બોલરની પસંદગી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ દિવાળીએ ઉદઘાટન કર્યા બાદ ચારવાર બંધ પડી હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ


IPL ની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ માટે યુવા બોલરની શોધ ગુજરાતમાં ચાલી રહી છે. એક અથવા બે બોલરનું સિલેક્શન ટીમ દ્વારા કરવામાં આવનાર છે. જેની માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થોડા દિવસ પહેલા કરવામાં આવ્યુ હતુ. ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ગુજરાતના 300થી વધુ યુવા બોલરે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે આ તમામ બોલર સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભેગા થયા હતા.  તમામ બોલરને એક ઓવર આપવામાં આવી હતી. 


અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત


જેમાં બાઉન્સર ગુગલી, યોકર્સ અને ફુલટોસ બોલ નાખવામાં હતા. સીધા આઇપીએલની ટીમમાં સામેલ થવાની તક અને તે પણ કપ્તાન વિરાટ કોહલીની ટીમમાં જવાના સુવર્ણ અવસર ગુજરાતના યુવા બોલેરોને મળતા યુવાઓમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગુજરાત રાજ્યના યુવા બોલર પણ આ તક ગુમાવવા માંગતા નથી. જેના કારણે આ સિલેક્શનમાં સામેલ થવા માટે પૂરજોશ પ્રદર્શન કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube