ગુજરાતી ન્યૂઝGujaratવિસાવદર બન્યું રાજકીય ગુરુ : પક્ષ કે નેતા નહિ જનતા જ સર્વોપરી એ બતાવી દીધું

વિસાવદર બન્યું રાજકીય 'ગુરુ' : પક્ષ કે નેતા નહિ જનતા જ સર્વોપરી એ બતાવી દીધું

Visavdar Byelection Result : સત્તા સાથે પરિવર્તન પણ એટલું જ જરૂરી છે તે હવે વિસાવદરની જનતા પાસેથી શીખવા જેવું છે, વિસાવદરની જનતાનો મિજાજ આજે જોવા મળ્યો છે 
 

વિસાવદર બન્યું રાજકીય 'ગુરુ' : પક્ષ કે નેતા નહિ જનતા જ સર્વોપરી એ બતાવી દીધું

Gujarat ByElection Results 2025 : પેટાચૂંટણીમાં વધુ એક વખત વિસાવદરની જનતાએ રાજકીય શાણપણ દર્શાવ્યું છે. સત્તાની શેહમાં કે ગાડરિયા પ્રવાહમાં વહ્યા વગર મક્કમપણે પરિવર્તન તરફી ઝોક દર્શાવ્યો છે. એકધારા એક જ પક્ષ કે એક જ નેતાને સમર્પિત રહેવાને બદલે જનતાના કામ ન કરે તો જનતા તેને તગેડી પણ શકે છે એવો મંત્ર આપીને વિસાવદરના મતદારોએ સમગ્ર ગુજરાતને બોધપાઠ આપ્યો છે. 

પાર્ટી બદલી તો નેતાને જ નકારી કાઢ્યા  
સમગ્ર ગુજરાતમાં વિજયવાવટા ફરકાવતા ભાજપને વિસાવદરમાં 17 વર્ષથી ફાવટ આવતી નથી. એક સમયે ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈનો મતવિસ્તાર ગણાતાં વિસાવદરમાં ભાજપે કોંગ્રેસના જીતેલાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાને તોડ્યા. પછીની ચૂંટણીમાં મતદારોએ રિબડિયાને જાકારો આપીને આમઆદમી પાર્ટીના ભુપત ભાયાણીને જીતાડ્યા. ભાજપે સત્તાના જોરે ભુપત ભાયાણીને પક્ષપલટો કરાવ્યો તો પેટાચૂંટણીમાં મતદારોએ આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને જંગી બહુમતીથી જીતાડીને ભાજપના કાવાદાવાને સ્પષ્ટ જાકારો આપ્યો. 

Add Zee News as a Preferred Source

નેતા કે પક્ષ નહિ, જનતા જ સર્વોપરી 
લોકશાહીમાં કોઈ એક બેઠક પર એક જ નેતા સતત જીતતા રહે અને એમનાં પછી એમનાં દીકરા જીતે તો તો લોકશાહીમાં અને રાજાશાહીમાં ફરક શું રહ્યો? સદનસીબે વિસાવદરની જનતા એ યાદ રાખે છે. અહીં કેશુભાઈ પટેલ જીતે તો તેમના જ પુત્ર ભરત પટેલ હાર્યા પણ છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષદ રિબડિયા જીતે તો ભાજપના ઉમેદવાર તરીકે એ જ હર્ષદ રિબડિયા હારે પણ છે. જનતાના કામ કરે, જનતાની વચ્ચે સેવક તરીકે જે હાજર રહે એ જ જીતે એવો વિસાવદરનો વિજયમંત્ર આગામી દિવસોમાં ગુજરાત માટે બોધપાઠ સમાન બનશે.

વિસાવદરની જનતા માટે કહી શકાય કે, સત્તાની શેહમાં આવ્યા વગર આ બેઠકના મતદારો પોતાનો આક્રમક મિજાજ વ્યક્ત કરતા રહે છે. પેટાચૂંટણીમાં પણ તેમણે એ મિજાજ જાળવી રાખ્યો છે. ભુપત ભાયાણી જેવા પક્ષપલટુને સમાવવા સામેનો આક્રોશ પણ આ ચૂંટણીમાં મતદારોએ ભાજપને બતાવી દીધો છે. સત્તાના જોરે કંઈપણ કરવાનું ગુમાન તોડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news