Ahmedabad plane crash : પ્લેનની સીટ 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશનો આ રીતે બચ્યો જીવ ! નવી થિયરી આવી સામે
Ahmedabad plane crash : વિમાન બે ઇમારતો વચ્ચે એક સાંકડી જગ્યામાં પડ્યું જ્યાં ખૂબ જ ઢીલી માટી હતી. પ્રથમ નજરમાં એવું માનવામાં આવે છે કે જો વિમાનમાં તરત જ વિસ્ફોટ થયો હોત, તો રમેશ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો ન હોત.
Trending Photos
Ahmedabad plane crash : એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ભયાનક અકસ્માતમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, પરંતુ એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ ચમત્કારિક રીતે બચી ગયો હતો. આ વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતું.
સૂત્રો અનુસાર, વિશ્વાસ કુમાર રમેશનો જીવ સાંકડી જગ્યા અને નરમ માટીને કારણે બચી ગયો હતો. વિમાન દુર્ઘટના સમયે તે બે ઇમારતો વચ્ચે એક જગ્યાએ પડ્યો હતો, જ્યાં પહેલાથી જ નરમ (ભીની) માટીનો ઢગલો હતો. વિશ્વાસ કુમાર રમેશ આ ઢગલા પર પડ્યો હતો. આ માટીએ તેને જીવલેણ ઇજાઓથી બચાવ્યો હતો.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જો તરત જ વિમાનમાં વિસ્ફોટ થયો હોત, તો સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિ (વિશ્વાસ કુમાર રમેશ) માટે બચવું અશક્ય હતું. તેથી, નિષ્ણાતો માને છે કે તેમના બચવાનું સૌથી મોટું કારણ તે સ્થાન હતું જ્યાં તેઓ પડ્યા હતા.
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. પરંતુ આ દુર્ઘટના વચ્ચે એક ચમત્કાર થયો જ્યારે વિશ્વકુમાર રમેશ અકસ્માતના કાટમાળમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. તેઓ ધીમે ધીમે બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા, તેમની પાછળ ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે