શું દિલ્હી પહેલા ગુજરાતમાં થવાનો હતો બ્લાસ્ટ? આતંકનો આ નવો ચહેરો છે વધુ ભયાનક, જાણો
Delhi blast: દિલ્લીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ફરી એકવાર દેશને હચમચાવી નાખ્યો છે. નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી છે અને અનેક ઘાયલ છે. હુમલાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ આ આતંકી કાવતરું હોવાની પૂરી શક્યતા છે. પરંતુ આ બ્લાસ્ટ પાછળનું કનેક્શન શું છે? તપાસ ચાલુ છે. પરંતુ શું ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓ સાથે કોઈ તાર છે જોડાયેલા? ચાલો જાણીએ.
Trending Photos
)
Delhi blast: છેલ્લા કેટલાક દિવસોથી દેશની ધરતી પર ભયની છાયા ગાઢ બની રહી છે. ગુજરાત ATSએ થોડા દિવસ પહેલા ત્રણ ખતરનાક આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ બધા અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની રેકી કરી ચૂક્યા હતા. ત્યારબાદ ફરિદાબાદમાં પણ એક આતંકી ઝડપાયો. જેની પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળ્યો. એક પછી એક આતંકીઓના ગઢ ઉખડતા જ હતા. ત્યાં અચાનક દિલ્લીના આકાશમાં ધડાકાનો ગાજતો અવાજ સંભળાયો. ધૂળ, ધુમાડો અને ચીસોથી દેશ ફરી એકવાર દહળી ઉઠ્યો.
10 નવેમ્બરના રોજ સાંજે 6:52 વાગ્યાનો રેડ ફોર્ટ પાસે ટ્રાફિકમાં ઊભેલી i20 કાર ફાટી. મોટો ધડાકો થયો અને દિલ્લી હલી ગઈ. લાલ કિલ્લા પાસે અફરાતફરી મચી ગઈ. ઘણા વર્ષો પછી દેશની રાજધાનીએ બ્લાસ્ટનો ખૌફ જોયો. શું આ આતંકની નવી શરૂઆત છે કે શું?
શું દિલ્લી બ્લાસ્ટનો તાર ગુજરાતથી જોડાયેલા છે?
આ બધું શું એક જ જાળાનો ભાગ છે? શું દિલ્લી બ્લાસ્ટનો દોર ગુજરાતથી જોડાયેલા છે? તપાસ એજન્સીઓ હાલ આ જ જોડાણ શોધી રહી છે. હાલ કોઈ સીધો પુરાવો હાથ લાગ્યો નથી. પરંતુ ઘટનાઓની સમયરેખા અને તેમની રીત બંને કંઈક તો કહેશે.
આતંકીઓએ હવે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે. પહેલા ટિફિનમાં, ક્યારેક સાઇકલમાં બ્લાસ્ટ કરીને ખૌફ ફેલાવતા હતા. હવે તો ચાલતી કારમાં જ ફિદાઈન વિસ્ફોટ. આતંકનો આ નવો ચહેરો વધુ ભયાનક છે, વધુ જીવલેણ છે.
અમદાવાદ બ્લાસ્ટને કોણ ભૂલી શકે?
ગુજરાત માટે આ માત્ર ચેતવણી નથી પરંતુ એક અલાર્મ છે. કારણ કે વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટને કોણ ભૂલી શકે? ક્યાંક ટિફિનમાં તો ક્યાંક સાઇકલમાં દરેક ખૂણે ધુમાડો, ચીસો અને ભયનો માફોલ અને 56 નિર્દોષ જીવ એક પળમાં ખોવાઈ ગયા હતા. સિવિલના ટ્રોમા સેન્ટર સુધી આતંકીઓએ માનવતા પર હુમલો કર્યો હતો.
દિલ્લી બ્લાસ્ટે એ જ ડરાવનારા દ્રશ્યો યાદ અપાવ્યા છે. ફરક એટલો કે આ વખતે ગુજરાત ATSની સજાગતાથી રાજ્ય બચી ગયું, પરંતુ દિલ્લીમાં નિર્દોષ લોહી વહી ગયું. દિલ્લી ધડાકા પછી ગુજરાતમાં સુરક્ષા કવચ કડક કરી દેવામાં આવ્યું છે. દરેક ચેકપોસ્ટ પર તપાસ તેજ છે, એરપોર્ટથી રેલવે સુધી દરેક આંખ સાવધાન છે. દિલ્લીમાં દીવા ઓલવાયા. પરંતુ ગુજરાત પોલીસે હજારો જીવ બચાવ્યા. આ લડાઈ આપણી પણ છે. આતંક ડરાવે છે. પણ ભારત નમતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














