Ambaji માં વર્ષોથી કરાય છે પ્રક્ષાલન વિધિ, જાણો કેમ આખા મંદિરનો ખુણે ખુણો સાફ કરાય છે?

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે  અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીસરનેં નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોંના ચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે.
Ambaji માં વર્ષોથી કરાય છે પ્રક્ષાલન વિધિ, જાણો કેમ આખા મંદિરનો ખુણે ખુણો સાફ કરાય છે?

પરખ અગ્રવાલ/અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે  અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીસરનેં નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોંના ચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે.

આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલનવીધીમાં પ્રસિધ્ધ ગાયીકા અનુરાધા પોંડવાલ, પુર્વ ગ્રુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર સહીત અનેક અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. જોકે અંબાજી આવેલા અનુરાધા પોંડવાલે માં અંબેના ભક્તોને નવરાત્રીની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી.

વર્ષ દરમ્યાન આજે પ્રક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીના હાર માં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનો હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે હમણા સુધી માતાજીના હારમાં આજ સુધી ની 186 તક્તાનો હાર માતાજી પાસે છે કે, ભાદરવી પુનમનાં મેળાં દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છેને આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિર ની પવીત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે. જોકે આજે પક્ષાલન વીધી ના પગલે મંદિર બંધ રહેતા અંબાજી મંદિર શોપીંગ સેન્ટર ની તમામ દુકાનો પણ બંધ રહી હતી ને આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news