)
Surat News: સસુરાલ સીમર કા સિરિયલ જોઈ રૂ બે લાખનો વીમો પકવવા માટે પોતાના જ દસ વર્ષ જુના મિત્રની કરપીણ હત્યા કરવામાં આવી. શરૂઆતમાં આરોપીએ પોતાનું જ અકસ્માત માં મોત નીપજ્યું હોવાની વાત ઉપજાવી નાખી હતી. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને સીડીઆર ની મદદ લેતા સમગ્ર મામલે આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપી અને તેની પત્ની તેમજ તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં મૃતક મિત્રને દારૂ પીવડાવ્યા બાદ તેને ગામ નજીક લઈ ગયો હતો અને સૂનસાન જગ્યા નું લાભ ઉઠાવી તેને ટ્રકની નીચે ઉતારીને પાછલા ટાયર નીચે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટ્રક નું પાછળ નું પૈડું મૃતકના ચહેરા ઉપર ચડાવી દેવામાં આવ્યું હતું કે જેને લઈને મૃતક ની ઓળખ ના થાય. 14મી જુલાઈના રોજ સણીયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ ઉપર જનકભાઈની વાડી પાસે જાહેર રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ તેનું મોત નિપજાવેલ હતું. જે બાબતે સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ રોડ ઉપર કોઈપણ ટુવિલર કે ફોરવહીલર ત્યાંથી પસાર થયું હોય તે જણાયું ન હતું તેમજ આ જગ્યાએ કોઇ ઇસમ ચાલતો ચાલતો તે રસ્તા પરથી પસાર થયેલ હોય તેવુ પણ જણાય આવેલ ન હતુ. પોલીસ જ્યારે મૃતક શિવકુમાર ના ઘરે પહોંચી ત્યારે તેમની પત્નીને અંગે અકસ્માત મોતની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમની પત્નીએ પોલીસ સમક્ષ કોઈ પણ પ્રકારનો રિએક્શન આપ્યું ન હતું.
આ ઉપરાંત તેની પત્ની મીનાદેવી દ્વારા પોલીસને સતત પૂછવામાં આવતું હતું કે રૂપિયા બે લાખનો વીમો મૃતક શિવકુમાર ના નામે છે તો એ પૈસા ક્યારે મળશે.શરૂઆતથી જ શંકા ઉપજાવે તેવી હતી જેથી પોલીસે આજુબાજુ સી સી ટીવી કેમેરા ચેક કર્યા હતા આ દરમ્યાન વાહન કઇ દિશામાંથી આવેલ છે તેનો ટ્રેક મળતા તે આધારે અલગ-અલગ ટીમો બનાવી ટ્રેક ઉપરના કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન મરણ જનાર અગાઉ પાંડેસરા વડોદ ખાતે રહેતો હોય તે વિસ્તારમાં બનાવના આગલી રાત્રીના સમયે એક ઇસમ સાથે એકટીવા ઉપર દેખાયેલ હોવાની હકીકત આધારે વડોદ પાસે એક ટીમને કેમેરા ચેક કરવા મોકલયા હતા જેમાં મૃતક તથા અન્ય એક ઇસમ એકટીવા ઉપર જોવા મળ્યા હતા. જે આધારે તે રૂટના કેમેરા ચેક કરવામાં આવ્યા હતા તેમજ બીજી એક ટીમ મૃતકના હાલના સરનામે હલધરૂ થી કડોદરા થી બનાવવાળી જગ્યા સુધીના કેમેરા ચેક કરવા કામે લાગેલ હતા.
આ દરમ્યાન કડોદરા બારડોલી રોડ ઉપર આવેલ સર્વોતમ હોટલ પાસેના ઇંડીયન પેટ્રોલપંપના કેમેરામાં મૃતકની એક્ટીવા તથા તેની ટ્રક શંકાસ્પદ ગતીવીધી જોવા મળી હતી. જેમા ટ્રકમા મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઇસમને ટ્રકમાં બેસાડી ટ્રક ત્યાંથી લઇ રવાના થયેલ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરા રૂટને ટ્રેક કરવામાં આવેલ જેમાં કડોદરા ચાર રસ્તા થી પલસાણા ચાર રસ્તા થઇ ભાટીયા સર્વોતમ હોટલ તથા ખરવાસા બનાવ વાળી જગ્યા પર આ ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી હતી.
આ દરમ્યાન આ મરણ જનારની પત્નીને તેના પતિ બાબતે પુછતા તેઓ એક્ટીવા લઇને ઘરેથી નીકળેલ હોવાનુ અને તેના મોબાઇલમાં કેટલા સીમ વાપરતા હતા અને ટ્રકમાં જી.પી.એસ. હતુ કે કેમ? તે બાબતે પુછતા તેના પતિ પાસે બે સીમ વાળો મોબાઇલ હોવાનુ ફલીત થતા મોબાઇલમાં સીમ સીવાય મીંસીગ સીમનો મોબાઇલ નંબર મેળવવામાં આવેલ તેમજ સદર ટ્રકમાં પણ જી.પી.એસ હોવાનું જણાવેલ હતુ.
આ દરમ્યાન તેઓએ જણાવેલ કે મારા પતિ એક્સીડન્ટમાં મરણ ગયેલ છે અને તેમની રૂપીયા બે લાખની એલ.આઇ.સીની વીમા પોલીસી છે તો તેના રૂપીયા મને મળશે કે કેમ? તેવા સવાલ કરતી હોય અને તેનો પતિ મરણ ગયેલ હોય પરંતુ તેના મો ઉપર કોઈ અફસોસ હોવાનું જણાય આવેલ નહી જેથી તેઓ પર વધુ શંકા ગયેલી અને ટ્રકમાં લાગેલ જી.પી.એસ ટ્રેક કરવામાંઆવતા આ ટ્રકનું જીપી એસ લોકેશન સમગ્ર રૂટને સમર્થન આપતું હોય તેમજ મીસીંગ સીમ વાળો નંબર મળેલ હતો.જેને ટેકનીકલ સર્વેલન્સ તેમજ કોલ ડીટેલ તપાસ કરતા તેનો મીત્ર મોનુ ગૌતમ રહે-પુણેનાઓ સાથે વાત ચીત થયેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી સચિન પોલીસે તાત્કાલીક એક ટીમ પુણે ખાતે રવાના કરી હતી.
જે આધારે ટીમે પુણે ખાતે જઈ તપાસ કરતા મૃતક શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા જીવીત મળી મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે શિવકુમાર અને તેને મદદરૂપ બનનાર મોનું ગૌતમની અટકાયત કરી તેને સુરત લાવવામાં આવ્યા હતા આરોપી શિવકુમારની પુછપરછ કરતા તેણે દેવું થઈ ગયેલ હતું જેથી તે ટેન્શનમાં રહેતો હતો આ દરમ્યાન તેણે ટી.વી માં સસુરાલ સીમર કા નામની સીરીયલ જોતો હતો આ સીરીયલમાં એક પાત્રમાં એક લેડીઝને જીવતી હોવા છતા મરણ જાહેર કરી તેનો વીમા પોલીસી પકવતી હોવાનું જોયેલ હતુ.
જેના આધારે પોતાની બે લાખની એલ આઇ સી વીમા પોલીસી હોય જે પોલીસી પકવવા પ્લાનીંગ કરી દશ વર્ષ જુનો તેનો મીત્ર દેવીપ્રસાદ શીવપ્રસાદ પાલ જે એકલો રહેતો હોય અને તેના કોઇ સગા સંબંધી સુરત ખાતે રહેતા ન હતા.જેથી તેને પોતાની ટ્રકની નીચે સુવડાવી પાછળ ટાયર ચડાવી તેની ઓળખ છુપાવવા તેનુ માથુ કચડી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલ આરોપીનું નામ
(૧) શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા
(૨) મીનાદેવી શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા
(૩) મોનુ ચેન્દ્રબલી ગૌતમ