Ahmedabad Water Locking : અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ વિકટ બનતી જાય છે... ત્યારે આ વર્ષે પણ 147 સ્પોટ એવા છે જ્યાં પાણી ભરાવાની સસમસ્યા રહેશે

Ahmedabad News : અમદાવાદમાં સહેજ પણ વધારે વરસાદ પડે એટલે સ્થિતિ બગડી જાય. ચારેતરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે સ્થિતિ કંઈ સુધરી નથી. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ વર્ષે સો ટકા પાણી ભરાશે. આવા 147 વિસ્તારોનું લિસ્ટ સામે આવ્યું છે.
અમદાવાદમાં ચોમાસામાં વરસાદની પાણીના નિકાલ માટે 68443 કેચપિટ ત્રણ વખત સાફ કરવા રૂપિયા 1.18 લાખ કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે બીજા તબક્કામાં હજુ 48691 કેચપીટ સાફ કરવાની બાકી છે.
વર્ષ 2024 માં વરસાદી પાણી ભરવાના 124 સ્પોટ હતા. પરંતું આ વર્ષે કોર્પોરેશન સમયસર કામગીરી પૂરી કરે તેવી શક્યતા નથી. તેથી વરસાદી પાણી ભરાવાના 147 સ્પોટ થઈ ગયા છે. આ સ્પોટ પર આ વર્ષે પણ સો ટકા પાણી ભરાવાનું, અને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.
વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્પોટ
વ્યાસવાડી રોડ (નરોડા), ગોદાણી સર્કલ (સરસપુર), જનરલ હોસ્પિટલ રોડ (સરસપુર), મંછાની મસ્જિદ (સરસપુર), ૧૩૭ બસસ્ટેન્ડ (બાપુનગર), શ્રીનંદનગર (સોનલ રોડ), મકરબા પોલીસ હેડ ક્વાર્ટ્સ, એઈસી નારણપુરા, નવરંગ સર્કલ (નારણપુરા), માણેકબાગ, મોટેરા, હીરાબાગ (પાલડી), ઉત્તમ નગર, ચમકયુના રોડ, ત્રિકમલાલ ચાર રસ્તા, હાટકેશ્વર ચાર રસ્તા, મધુમાલતી (નિકોલ), ઓઢવ ફાયર સ્ટેશન, છોટાલાલની ચાલી, ગોતા તળાવ, હેલમેટ સર્કલ, સરકારી વસાહત, બોડકદેવ
ઝોન મુજબ નંબર
આ નંબર પર ફરિયાદ કરી શકાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાંર હેતા નાગરિકો માટે ચોમાસાની સમસ્યામાં કોઈ તકલીફ ન પડે તે માટે ફરિયાદ નંબર જાહેર કરાયો છે. દરેક ઝોન મુજબ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ચોમાસા દરમિયાન વૃક્ષ પડી જવું, મકાન પડી જવું, હોર્ડિંગ્સ પડી જવા, પાણી ભરાવા, તથા ભયજનક સ્થિતિમાં મદદ માટે ફોન કરી શકે છે.