)
સુરેન્દ્રનગર જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો જે વરસાદ પડ્યા બાદ શહેરમાં વરસાદી પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોઇ અનેક સોસાયટીઓ માં પાણી ભરાઇ રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને રોજ મનપા કચેરીએ ટોળા પાણી નિકાલની માંગ સાથે હલ્લાબોલ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ જાણે લોકોની સમસ્યાઓ માં કોઇ રસ ન હોઇ તેમ થઇ જશે તેવો ઉડાવ જવાબ આપી સંતોષ માને છે.
સુરેન્દ્રનગર નવા જંક્શન વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટી રામનગર સહિતની સોસાયટીઓ માં પાણી ભરાતા ઘરની બાહાર જવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક મનપા વરસાદી પાણીનો નિકાલ કરે. નવા જંક્શન વિસ્તારની અનેક સોસાયટી ઓ વરસાદી પાણીમાં ગરકાવ હોઇ જેથી મહિલાઓ રણચંડી બની મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરતા મનપાના ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા સ્થળ પર આવતા મહિલાઓ ના રોષનો ભોગ બનવુ પડ્યુ હતું.
મહિલાઓ એ ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માંગ કરી હતી કોમન પ્લોટોમાં પણ પાણી ભરાયેલા હોઇ જે તાત્કાલિક ઉલેચવા માંગ કરી હતી. જો અગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થાય તો રોગચાળો ફાટી નિકળે તેવી ભીતી સેવી હતી. તેમજ વરસાદના પાણી ભરાવાથી બાળકો શાળા એ ન જઈ શકતા હોઇ તાત્કાલિક રોડ પરથી પાણી ઉલચવા કરિ હતી, માંગ નહિ તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.