સાબરમતીમાંથી કોરોના વાયરસ મળવા મુદ્દે AMC એ હાથ ઉંચા કરી દીધા, કહ્યું અમને કંઇ ખબર નથી

શહેરનાં પાણીના સ્ત્રોત કહેવાતા કાંકરિયા તળાવ, સાબરમતી નદીમાંથી પણ કોરોના મળી આવ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયા બાદ સરકાર અને કોર્પોરેશન તંત્ર પર માછલા ધોવાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, IIT ગાંધીનગર દ્વારા આ વોટર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 

Updated By: Jun 18, 2021, 06:54 PM IST
સાબરમતીમાંથી કોરોના વાયરસ મળવા મુદ્દે AMC એ હાથ ઉંચા કરી દીધા, કહ્યું અમને કંઇ ખબર નથી
પ્રતિકાત્મક તસ્વીર

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરનાં પાણીના સ્ત્રોત કહેવાતા કાંકરિયા તળાવ, સાબરમતી નદીમાંથી પણ કોરોના મળી આવ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયા બાદ સરકાર અને કોર્પોરેશન તંત્ર પર માછલા ધોવાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, IIT ગાંધીનગર દ્વારા આ વોટર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 

Bhuj માં વરસાદ માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

જો કે આ અંગે Amc ના પાણી પુરવઠા વિભાગે હાથ ઉંચા કરી દીધા હતા. પાઠી પુરવઠ્ઠા વિભાગનાં વડાએ ઝી 24 કલાક સાથે એક્સક્લુસીવ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ સેમ્પલ ક્યારે અને કેવી રીતે લેવાયા એની અમને કોઈ માહિતી નથી. લેવાયેલા સેમ્પલનું ટેસ્ટીંગ ક્યાં અને કઈ પદ્ધતિથી કરાયું એ અંગે પણ અમને કોઈ માહિતી નથી. 

ચિત્રોડી નદીમાં આભ ફાટ્યું, ગામ આખુ બેટમાં ફેરવાયું પરંતુ તંત્ર સમગ્ર ઘટનાથી સંપુર્ણ અજાણ

અમે રાજય સરકારની સંસ્થાને દર અઠવાડિયે નિયમિત રીતે પાણીના સેમ્પલ મોકલીએ છીએ. રાજ્ય સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટરે અમને 11 સ્થળ આપ્યા છે, તે મુજબ તેઓને સેમ્પલ આપીએ છીએ. અત્યાર સુધી આવી કોઇ બાબત અમારા ધ્યાને આવી નથી. તેમ છતા પણ અહેવાલ આવ્યો છે તે મુજબના 3 સ્થળેથી પણ અમે સેમ્પલ લઈને સરકારમાં મોકલીશું. 

પોલીસ સ્ટેશનમાં સાંભળવા મળશે બાળકો કિલકિલયારીઓ, જોવા મળશે રમકડાં

અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશન તંત્ર દ્વારા 11 સ્થળેથી નિયમિત સેમ્પલ લઈને રાજ્ય સરકારને મોકલવામાં આવે છે. માનવીના ઉપયોગ બાદના વેસ્ટ વોટરમાં વાઇરસની હાજરી શક્ય હોઈ શકે છે. જો કે ફ્રેશ વોટરમાં આ વાઇરસ હોય એવી માહિતી હજી વિશ્વમાં ક્યાંય પણ સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube