)
Gujarat Weather Forecast ; ઓગસ્ટનો અડધો મહિનો ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હતો, ત્યારે હવે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ધમધોકાર રહેવાનો છે. કારણ કે, હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થવાની છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આજે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ 5 મી સિસ્ટમ સક્રિય થશે.
રાજ્યમાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આજથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ રહેશે. પરંતું 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. તેથી માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આજે ક્યા ક્યાં છે આગાહી
આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેરા, આનંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ
અને વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સાબર કાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી છે.
અમદાવાદ પાણી પાણી થયું
આજે અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી આખા શહેરમાં ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું છે. વસ્ત્રાપુર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અનેક વાહન ચલાકો પાણીમાં ફસાયા હતા. હાલ સ્થિતિ એવી છે કે, એક કલાકથી વરસાદ બંધ છતાં પાણી ઓસર્યા નથી. અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, કોર્પોરેટર અને અધિકારીઓ નિંદ્રામાં જોવા મળ્યા. વરસાદ બંધ થવાના 1 કલાક પછી પણ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 2 ફૂટથી વધુ પાણી જોવા મળ્યું.
સવારે 10 થી 12.30 દરમ્યાન અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. તમામ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. તેના બાદ શહેરમાં મહત્તમ વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. પશ્ચિમ વિસ્તારની હાલત થઇ અત્યંત ખરાબ થઈ ગઈ છે. 132 ફિટ રિંગરોડ પર 2 ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે. હેલ્મેટ ક્રોસ રોડથી aec બ્રિજ સુધીનો માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો છે. સેંકડો વાહનો પાણીમાં ડૂબ્યા, amts અને brts ની સેંકડો બસ બંધ હાલતમાં જોવા મળી. આ કારણે મુસાફરોને બસમાંથી ઉતરી જવાની ફરજ પડી. દ્વિચક્રી વાહન ચાલકોની હાલત પણ ખરાબ થઈ. વરસાદ બંધ થયાના 1 કલાક બાદ પણ માર્ગ પરથી પાણી ઉતર્યા નથી. વાસણા બેરેજના 8 દરવાજા અઢી ફૂટ ખોલી નદીમાં 15000 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી નિકાલની amc ની સિસ્ટમ સંવ અનેક પ્રશ્નો સર્જાયા છે.