આ વિસ્તારોમાં થોડી જ વારમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી! છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો?

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં ગત મોડી સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ત્યારે સવારે 10 વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. 

આ વિસ્તારોમાં થોડી જ વારમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી! છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો?

Ambalal Patel Prediction: મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 112 જેટલા તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમા 30 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી લઈને 7 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા, તો 4 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યાં હતાં. ડાંગના આહ્વા તાલુકામાં સૌથી વધુ 7.17 ઈંચ, વઘઈમાં 5.16 અને સુબીર તાલુકામાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો કપસાડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ધરમુરમાં ૩.૪૩ ઈંચ અને વાપીમાં ૨.૫૨ ઈંચ વરસાદ થયો હતો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયાં હતા. નવસારીના ખેરગામ તાલુકામાં ૨.૯૧ ઈંચ વરસાદ થયો હતો. નર્મદાના સાગબારા તાલુકામાં ૨.૭૬ ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થયો હતો. 

ગીર સોમનાથનાં વેરાવળ તાલુકામાં ૩.૩૯ ઈંચ અને સુત્રાપાડામાં ૨.૯૫ ઈંચ વરસાદ તેમજ ગીર સોમનાથ તાલુકામાં ૨.૩૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં મંગળવારે રાત્રે ૩.૩૨ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. એ સિવાય તાપી, પંચમહાલ, જુનાગઢ, મહિસાગર અને સુરતના વિવિધ તાલુકાઓમાં ૧ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 

રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર
સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.

40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગત મોડી સાંજે પડેલા વરસાદની વાત કરીએ તો 112 તાલુકામાં વરસાદ પડ્યો છે, 30 તાલુકામાં 1થી 7ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ડાંગમાં ધોધમાર વરસાદઃ પડ્યો છે. આહ્વામાં ૭.૧૭, વઘઈમાં પ.૧૬ અને સુબીરમાં ૪.૬૫ ઈચ વરસાદ પડ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news