અંગ દઝાડશે સૂર્ય દેવતા, આકાશમાંથી વરસશે અગનગોળા, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
ગુજરાતમાં હોળી પહેલા ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે અને લોકો ગરમીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે.
Trending Photos
Gujarat Weather: સામાન્ય રીતે હોળી બાદ આકરી ગરમીનો અહેસાસ થતો હોય છે. પરંતુ આ વર્ષે સૂર્ય દેવતા હોળીની રાહ જોવાના મૂડમાં નથી. ફેબ્રુઆરી તો ગરમ રહ્યો, પરંતુ હવે માર્ચ આકરો રહેવાના એંધાણ આવી ગયા છે. હવામાન વિભાગની આગાહી પરથી તો લાગી રહ્યું છે કે આકાશમાંથી રીતસરના અગનગોળી વરસશે.. કેમ કે હવામાન વિભાગે આકરી ગરમીનું એલર્ટ આપી દીધુ છે.
હજુ તો ગરમીની શરૂઆત છે ત્યાં જ રાજ્યના 3 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. એટલે કે હજુ તો આકરી ગરમી સહન કરવાની બાકી જ છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો,
રાજ્યમાં હવે આકરી ગરમી પડશે
લોકોને ખરા ઉનાળાનો અહેસાસ થશે
ગરમીનો હવે પારો ધીમે ધીમે ઉંચકાશે
સતત 3 દિવસ સુધી ગરમી વધતી જશે
ગરમીનો પારો 40-42 ડિગ્રી નજીક રહેશે
આગામી બે દિવસ સુધી આકરો તાપ પડશે
અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, સુરતમાં યલો એલર્ટ
તો ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં યલો અલર્ટની આગાહી હોવાથી અંગ દઝાડતી ગરમી પડશે. પરંતુ 3 દિવસ બાદ તાપમાનનો પારો નીચો જતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ મળશે.
માત્ર હવામાન વિભાગ નહીં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ આકરી ગરમીના એંધાણ આપી રહ્યા છે. પરેશ ગોસ્વામીનો દાવો છે કે 13 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમીની શક્યતા છે. એટલું જ નહીં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર રહેશે, તો અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે.
સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થતો નથી, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પડી રેકોર્ડબ્રેક ગરમી પડી છે. 2025નો ફેબ્રુઆરી મહિનો છેલ્લા 125 વર્ષમાં સૌથી ગરમ મહિનો રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે હોળી પહેલા જ હીટવેવની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. હજુ તો માર્ચ મહિનાના 10 દિવસ ગયા છે, ત્યારે એપ્રિલ અને મે મહિનો લોકોને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે