પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ

Paresh Goswami Prediction : માર્ચ મહિના માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી છે, 14 તારીખથી ગુજરાતનું વાતાવરણ ફરી બદલાવા જઈ રહ્યું છે 

પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ

Weather Update : ગુજરાતના વાતાવરણમાં મોટો ગોટાળો થઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ઠંડી-ગરમી અને હવે વરસાદની આગાહી આવી છે. જાણાતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હીટવેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાટા ઝાપટાંની શક્યતા છે. 

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 9 માર્ચ 2025 થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે. 

હવામાન નિષ્માતે કહ્યુ કે, 9 માર્ચ 2025 ના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો જશે અને અનેક જગ્યાએ હીટવેવનો માહોલ જોવા મળશે. એટલે આજથી લઈને 13 માર્ચ 2025 સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે અને યલો એલર્ટ જેવો માહોલ જોવા મળશે એટલે તાપમાન ઊંચું જવાનું છે. જોકે બે દિવસ પછી એટલે કે 11 માર્ચ 2025 થી પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે અને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી ઊકળાટ અને બફારો પણ અનુભવાશે. એ સાથે 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં એક પલટો આવશે અને એક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો કોઈ જગ્યાએ સામાન્ય છુટા છવાયા માવઠાના ઝાપટા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે માવઠા વિશે હજુ આગળના વીડિયોમાં સંપૂર્ણ વિસ્તારથી માહિતી આપવામાં આવશે.

વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે 
અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભરતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની અસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઇ રહી છે. આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયા કાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જે આગળ જતાં લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
આગામી 14 માર્ચ, 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે. જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. જો આ વાદળો વધુ ઘાટા થાય, તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે.

તેમણે કહ્યુ કે, આગામી 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ રહેવાનું છે. જેમાં ભૂજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચુ જઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ તાપમાન ઊંચુ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news