)
Ahmedabad News : પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. તેની સાથેસાથે અમદાવાદ શહેરમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સંજોગોમાં મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની નિર્ધારિત ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જાય. જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
અમદાવાદ કાલુપુર સ્ટેશન હાલ મુસાફરોથી ધમધમતુ ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. પરંતું હાલ સ્ટેશન પર વિવિધ પ્રકારની રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીની પગલે કેટલાક ટ્રેનોના સમયમાં મોટા ફેરફાર કરાયા છે. તો આ સાથે જ રિનોવેશનની કામગીરીને પગલે મુસાફરો અટવાય નહિ, અથવા મુસાફરોની ટ્રેન છુટે નહિ તે માટે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરાઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું કે, રિનોવેશનની કામગીરીના કારણે હાલ ચારેબાજુ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ સાથે જ હાલની સ્થિતિમાં શહેરમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદના કારણે પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દથ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને મુસાફરોને અડધો કલાક વહેલા એટલે કે ટ્રેન ઉપડવાનો -સમય હોય તેના 30 મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
રેલવેએ જણાવ્યું કે, મુસાફરો ટ્રેનના નિયત સમય કરતા અડધો કલાક પહેલા સ્ટેશન પર પહોંચી જાય, તેમજ રેલવે તંત્રને કોઈ પણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે માટે આ પ્રકારની સુવિધા કરવામાં આવી છે.
હાલ કાલુપુર રેલવે સ્ટેશન પર રિનોવેશનની કામગીરીને પગલે કેટલીક ટ્રેન સાબરમતી, વટવા અને અસારવાથી દોડાવવામાં આવી રહી છે.
5 જુલાઈથી પ્લેટફોર્મ નં. 8-9 બંધ કરાયું
અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈ થી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. તે અનુસાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો
બદલાયેલા સમય સાથે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો
યાત્રીઓને જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.