તમારા દરવાજે મતદાર યાદી સુધારવા BLO આવે તો આટલું ધ્યાન રાખીને સો ટકા કરાવી લેજો

ECI strategy for SIR process : સર અભિયાન અંતર્ગત શું શું ચેન્જ કરાવવુ તેને લઈને હજી પણ લોકોમાં કન્ફ્યૂઝન છે. આ કન્ફ્યુઝન દૂર કરતી આ માહિતી તમને કામમાં આવશે 
 

તમારા દરવાજે મતદાર યાદી સુધારવા BLO આવે તો આટલું ધ્યાન રાખીને સો ટકા કરાવી લેજો

SIR Abhiyan દર્શલ રાવલ/અમદાવાદ : અમદાવાદ શહેર-જિલ્લામાં ૫૫૨૪ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા ૬૨.૫૯ લાખથી વધુ મતદારો માટે મતદારયાદી ખાસ સુધારણા ઝૂંબેશ શરૂ થઈ ગયું છે. નાગરિકોને જરૂરી સહયોગ આપવા અને વિશેષ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે અપીલ કરી છે. અમદાવાદમાં  4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં ૫૫૨૪ બીએલઓ દ્વારા જિલ્લાના ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૬૨.૫૯ લાખથી વધુ મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી હાલ પ્રગતિમાં છે. ત્યારે શહેર-જિલ્લાના તમામ મતદારોને આ પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપવા કલેક્ટરે અપીલ કરી હતી.

તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. sir અંતર્ગત ઘર ઘર ગણતરી ફોર્મ અપાઈ રહ્યા છે. મતગણતરી ફોર્મમાં મતદારનું નામ અને સામાન્ય વિગત ભરવાની હોય છે. જોકે છેલ્લા sir ની મતદાર યાદીમાં મતદાર વિગતો અને જે સબંધીનું નામ છેલ્લા sir માં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગત ભરવામાં મૂંઝવણ થઈ છે. મતદારની મૂંઝવણ દૂર કરવા તંત્ર ફવારર blo ને બુથ પર બેસાડી જવાબદારી સોંપાઈ છે. ત્યારે ઝી 24 કલાક પણ મતદારને અહેવાલ મારફતે સમજણ આપી રહ્યું છે. 

Add Zee News as a Preferred Source

કેવી રીતે કરશો, આ બાબતોનું રાખો ધ્યાન 
પહેલા તો ફોર્મ સાથે મતદારે કોઈપણ પુરાવા આપવાના રહેતા હોતા નથી. માત્ર ફોર્મ ભરવા પુરાવા સાથે રાખવાના હોય છે. છેલ્લા sir ની મતદાર યાદીમાં મતદાર વિગતોમાં 2002 ની યાદીમાં તેનું નામ હોય તો મતદારે તેનું નામ, મતદાર નંબર અને સબંધીની વિગતમાં પિતાનું નામ અને સબંધ અને શહેર જિલ્લા રાજ્ય અને વિધાનસભાની વિગત ભરવાની હોય છે. વિધાનસભા વિગત ન હોય તો blo તેમની પાસેથી વિગત કાઢી ભરી આપે છે. 

જે સબંધીનું નામ છેલ્લા sir માં  અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતમાં મતદારે તે 2002 ની યાદીમાં નામ ન હોય તો પિતાની વિગત ભરવી. અને જો પિતા મૃત છે અને માતા છે તો માતાની વિગત ભરી શકાય. અને જો બંને નથી તો ખાલી છોડી દેવું. માતા અને પિતા ન હોય તો ફોર્મમાં નીચેની બંને વિગત છોડી દેવી. આ ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ પર રિટર્ન બતાવી પરત સુરવાઈઝરને આપવાના હોય છે. ગણતરી ફોર્મ ભર્યા બાદ blo એ ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેતી હોય છે. 

Blo ફોર્મ આપવા જાય અને તે વ્યક્તિ ત્યાંથી બીજે રહેવા ગયા હોય તો ખરાઈ કરી ફોર્મ પર સ્થળાંતર થયાની એન્ટ્રી કરવાની રહે છે. અને જો વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો blo ફોર્મ પર મરણ ગયાની એન્ટ્રી કરે છે. આ બે એન્ટ્રીથી તે સ્થળ પરથી એવા મતદારનું નામ ઓછું થઈ જાય છે. આમ કરવાથી સચોટ મતદાર યાદી બનશે તેવો તંત્રને અંદાજ છે. જો ફોર્મ ન ભરે તો મતદાન યાદીમાં તેનું નામ ન આવે. જોકે બાદમાં તે મતદાર ફોર્મ 6.7 કે 8 ભરી સુધારા વધારા કરી પ્રક્રિયા કરી નામ એડ કરાઈ શકે છે. અને જો મતદાર ફોર્મ ન ભરે તો આગામી દિવસમાં blo તેમની પાસે રહેણાંક કે નિયમ મુજબના પુરાવા માંગે તો તે મતદારે આપવાના રહેતા હોય છે. 

આ મતગણતરી ફોર્મ blo મતદાર ને ત્રણ વાર રૂબરૂ કે નજીકના સ્વજનને આપે છે. જે બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા. બાદમાં સુધારા વધારાની પ્રક્રિયા થાય અને બાદમાં ફેબ્રુઆરી મહિનામાં ફાઇનલ મતદાર યાદી જાહેર થશે. 

સોશિયલ મીડિયામાં ફરતા a.b.c.d.e અને f કેટેગરીના ફોર્મ મતદારે નહિ, પણ blo એ તેમની વિગત માટે ભરવાના રહતા હોય છે. મતદાર બુથ પર ફોર્મ લઈને જાય તો ત્યાં blo 2002 અને 2025 ની યાદીમાં નામ હોય તેવા લોકોની પ્રક્રિયા કરે છે. અને જો યાદીમાં નામ ન હોય તો online શોધી પ્રક્રિયા કરે છે. અને જો 2002 કે 2025ની યાદીમાં નામ ન હોય તેવા એ ફોર્મ નીચેના બે પેસેજ બ્લૅક છોડવા. બે અલગ અલગ 121 છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news