આ વર્ષે 3 સ્ટોર્મ સિસ્ટમે મચાવ્યો કાળો કહેર; જાણો તારાજી લાવનારી હવાની શું છે મિસ્ટ્રી! કરોડો લોકોને અસર

અમેરિકામાં બર્ફીલી હવાનો કહેર. તારાજી લાવનારી હવાની મિસ્ટ્રી! અમેરિકામાં કેમ હવા મચાવે છે કોહરામ? દર વર્ષે વાવાઝોડું-તોફાન મચાવે છે તારાજી. આ વર્ષે 3 સ્ટોર્મ સિસ્ટમે કાળો કહેર મચાવ્યો. અનેક રાજ્યો, કરોડો લોકોને થાય છે અસર

આ વર્ષે 3 સ્ટોર્મ સિસ્ટમે મચાવ્યો કાળો કહેર; જાણો તારાજી લાવનારી હવાની શું છે મિસ્ટ્રી! કરોડો લોકોને અસર

અમેરિકાને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી અહીંયાની હવા ખતરનાક બની ગઈ છે. જેના કારણે દેશમાં અવાર-નવાર વાવાઝોડું, તોફાન અને કુદરતી હોનારતો આવી રહી છે. ત્યારે આ હવાની એવી તે શું મિસ્ટ્રી છે જેની સામે સુપરપાવર સુપર સંકટમાં મૂકાઈ જાય છે. આ હવાની કેવી અસર જોવા મળે છે? બરફના તોફાનમાં જાણે બધું અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હવાની ભારે ગતિ અને બરફના કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું.

અમેરિકામાં આવેલાં બરફના તોફાનના કહેર વર્તાઈ રહ્યો છે. અત્યારે અમેરિકાના અનેક વિસ્તારો સ્નો અટેકનો સામનો કરી રહ્યા છે. વિનાશકારી સ્નો સ્ટોર્મની સાથે સાથે મોટો ખતરો ભયંકર ચક્રવાતનો પણ છે. કેમ કે તેમણે અમેરિકામાં અત્યાર સુધી સૌથી મોટી તબાહી મચાવી છે. અમેરિકામાં હવે બરફના તોફાન એટલે કે એવલાંચની ઘટનાઓમાં પણ ધરખમ વધારો થયો છે. 

હવે તમારા મનમાં એમ થતું હશે કે અમેરિકામાં કેમ આટલાં બધા તોફાન આવે છે? તો તેની પાછળનું કારણ છે ત્યાંથી પસાર થતી હવાઓને ગણાવવામાં આવે છે. ત્યારે સવાલ થાય કે અમેરિકામાં તબાહી લાવનારી હવાની શું મિસ્ટ્રી છે? અમેરિકામાં કેમ વારંવાર પ્રેશર સિસ્ટમ એક્ટિવ થાય છે? કેમ અમેરિકામાં વાવાઝોડું પોતાની સાથે તબાહી લાવે છે?

— Zee 24 Kalak (@Zee24Kalak) March 22, 2025

હાલમાં તારાજી લાવનારી પ્રેશર સિસ્ટમના કારણે દેશમાં પ્રકૃતિના અલગ-અલગ રૂપ જોવા મળી રહ્યા છે. એકબાજુ બરફનું તોફાન કોહરામ મચાવી રહ્યું છે. તો બીજીબાજુ ટોર્નેડોએ હાલમાં અનેક રાજ્યોની પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આટલું ઓછું હોય તેમ આ દરમિયાન ભારે પવનની વચ્ચે જંગલોમાં દાવાનળ ફાટી નીકળતાં ઓક્લાહોમામાં અનેક હેક્ટર જગ્યા રાખમાં ફેરવાઈ ગઈ હતી.

અમેરિકામાં હાલમાં જ ઓલી નામનું વાવાઝોડું ત્રાટક્યું. તેણે અનેક રાજ્યોમાં પોતાના વિનાશની અનોખી લીલા બતાવી. જેમાં મકાનો, વૃક્ષો સહિત બધું ખેદાન-મેદાન થઈ ગયું. નેબ્રાસ્કામાં હાલમાં બર્ફીલી હવાઓ ફૂંકાઈ રહી છે. જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કરવાનું કામ કર્યુ છે. અમેરિકા અને યુરોપમાં આ આફતને બ્લિઝાર્ડ કહેવામાં આવે છે. બ્લિઝાર્ડ દરમિયાન ભારે હિમવર્ષાની સાથે સાથે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. આ બરફના તોફાન દરમિયાન વિઝિબિલિટી બિલકુલ ઘટી જાય છે.

હવે અમેરિકામાં જ આવું કેમ થાય છે તે પણ જાણવું જરૂરી છે. ઉત્તર અમેરિકાની ઠંડી હવા અને દક્ષિણ અમેરિકાની ગરમ હવાની ટક્કરથી લો પ્રેશર સિસ્ટમ બની છે. ઓછા દબાણવાળા વિસ્તારના કારણે તોફાની આફત આવે છે. ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી ત્રણ સ્ટોર્મ સિસ્ટમનો કહેર જોવા મળ્યો છે. બરફનું તોફાન અમેરિકાના અનેક વિસ્તારોની જિંદગીને અસ્તવ્યસ્ત કરી રહ્યું છે. તો બીજીબાજુ બર્ફીલી હવાનું વાવાઝોડું લોકોને પરેશાન કરી રહ્યું છે. જેના કારણે સરકાર સતત લોકોને અલર્ટ રહેવાની સૂચના આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news